ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022
મંગળવાર
બોલિવૂડ એક્ટ્રેસ કંગના પંગા ક્વીનના નામથી તો જ જાણીતી છે જ , જ્યારે બિન્દાસ રાખી સાવંત પણ કોઈથી ઓછી નથી. હવે રાખીએ કંગનાના એક નિવેદન પર સીધો નિશાનો સાધ્યો છે અને તેને એક વર્ષ સુધી લોકઅપ શો ચલાવવાનો પડકાર ફેંક્યો છે.કંગના રનૌત હાલમાં એકતા કપૂરના નવા શો 'લોકઅપ'ને લઈને ચર્ચામાં છે અને તાજેતરમાં જ કંગનાએ શોના લોન્ચિંગ સમયે કહ્યું હતું કે, આ તમારા ભાઈનું ઘર નથી. અહેવાલ મુજબ, કંગનાએ આ કટાક્ષ સલમાનના શો બિગ બોસ માટે કર્યો હતો. હવે આ અંગે રાખી સાવંતે કંગનાને જવાબ આપ્યો છે.
'લોકઅપ'ના લોન્ચિંગ દરમિયાન કંગના રનૌતે કહ્યું હતું કે, 'આ તમારા ભાઈનું ઘર નથી, આ મારી જેલ છે. મારી પાસે દરેક સ્પર્ધકની ફાઈલો અને સત્ય હશે.તેના નિવેદન નો ઈશારો કથિત રીતે સલમાન ખાનના શો બિગ બોસ પર હતો. હાલમાં જ રાખી પણ બિગ બોસ 15ની સ્પર્ધક રહી ચુકી છે.રાખી એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે કંગનાની વાત 'આ તારા ભાઈનું ઘર નથી' પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'મને બહુ ખરાબ લાગ્યું જ્યારે કંગનાએ કહ્યું કે આ તારા ભાઈનું ઘર નથી, તો સાંભળ બહેન. ભાઈ આ શો આટલા લાંબા સમય સુધી ચલાવી રહ્યો છે., જો તમારામાં હિંમત હોય, તો તેને એક વર્ષ ચલાવીને બતાવો. રાખીએ કહ્યું કે 15 વર્ષથી ભાઈ શો ચલાવી રહ્યો છે, ભાઈ માં બહુ દમ છે, પરંતુ બહેન માં દમ નથી.
શ્વેતા બચ્ચન ને તેની ભાભી ઐશ્વર્યા રાય ની આ આદત બિલકુલ નથી પસંદ, અભિનેત્રી વિશે કર્યા આવા ખુલાસા; જાણો વિગત
આ સિવાય રાખી સાવંતે આગળ કહ્યું કે, હું બહેનને એટલું જ કહેવા માંગુ છું કે બહેન તમારી જીભ પર કાબુ રાખો, તમે અમારા બોલિવૂડને ખુબ ગાળો આપી હતી , તમે પાછા આવી ગયા? તેથી જ હું કહું છું કે બોલિવૂડ ને ગાળો ના આપો . અંતે તો બોલિવૂડની જ જરૂર પડશે. સાથે જ રાખીએ કહ્યું કે પાણીમાં રહીને મગરથી દુશ્મની ન કરવી જોઈએ.જ્યારે તેને 'લોકઅપ' શોમાં આવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જો મને બોલાવવામાં આવશે તો હું ચોક્કસ આ શોમાં આવીશ, પરંતુ હું કંગના માટે નહીં પણ આ શો એકતા કપૂરનો છે, કારણ કે હું એકતા.કપૂરની ફેન છું . અને તે મારી આદર્શ છે.