News Continuous Bureau | Mumbai
બોલિવૂડની ‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. થોડા મહિના પહેલા તેણે તેના પતિ આદિલ ખાનને ઘરેલુ હિંસા જેવા અનેક ગંભીર આરોપ લગાવીને જેલની અંદર ધકેલી દીધો હતો. હવે રાખીએ એક વીડિયોમાં ખુલાસો કર્યો છે કે તે આદિલથી જલ્દી છૂટાછેડા લેવા જઈ રહી છે આ વીડિયોમાં તે બ્રાઈડલ લુકમાં જોવા મળી હતી. તે અહીં જ ન અટકી, રાખીએ ઢોલ પર ખૂબ ડાન્સ પણ કર્યો. આ જોઈને તેના ફેન્સ ખુશ દેખાઈ રહ્યા હતા પરંતુ ઘણા લોકોએ તેને ટ્રોલ કરી હતી.
રાખી સાવંત નો વિડીયો થયો વાયરલ
રાખી સાવંતે આ વીડિયોમાં કહ્યું કે તેણે ‘બ્રેક અપ પાર્ટી’નું આયોજન કર્યું છે. તે જ સમયે, તે ઢોલના તાલે ખુશીથી નાચતી જોવા મળી હતી. લાલ લહેંગા અને ટ્રેડિશનલ જ્વેલરીમાં રાખી ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ પાપારાઝીને તેના છૂટાછેડા વિશે જણાવ્યું અને કહ્યું, ‘આખરે હું છૂટાછેડા લઈ રહી છું, આ મારી બ્રેકઅપ પાર્ટી છે. લોકો દુખી છે પણ હું ખૂબ ખુશ છું’.રાખીએ થોડા સમય પહેલા મૈસુર જેલમાં બંધ તેના પતિ આદિલ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે આદિલ તેની હત્યા કરવાની યોજના ઘડી રહ્યો હતો. આટલું જ નહીં, રાખીનું કહેવું છે કે આદિલે તેની હત્યાની તમામ વ્યવસ્થા જેલની અંદરથી જ કરી લીધી છે.
View this post on Instagram
રાખી સાવંતે કર્યા હતા આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન
રાખી સાવંત અને આદિલ દુર્રાનીએ 2022માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તે જાન્યુઆરી 2023 માં બહાર આવ્યું હતું. લગ્ન પહેલા રાખી સાવંતે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું. આ પછી દંપતી વચ્ચે ઝઘડો શરૂ થયો. રાખીએ કહ્યું કે તેના પતિ આદિલે તેની સાથે છેતરપિંડી કરી છે. ઘરેલું હિંસા અને બળાત્કારના કેસમાં આદિલની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: હંસલ મહેતાની ‘સ્કેમ 2003’ની જાહેર થઇ રિલીઝ ડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સિરીઝ