News Continuous Bureau | Mumbai
રાખી સાવંતને એમ જ ડ્રામા ક્વીન કહેવામાં આવતી નથી. તે પોતાની હરકતોથી લોકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. ફરી એકવાર તેણે પોતાની હરકત થી બધાને ચોંકાવી દીધા છે. રાખી તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન, તે તેના ચહેરાને ઢાંકીને જેકેટ સાથે આવતી જોવા મળી હતી, સાથે જ તે ચપ્પલ વિના પણ જોવા મળી હતી. જ્યારે પાપારાઝીએ તેને આનું કારણ પૂછ્યું તો રાખીએ ચપ્પલ ન પહેરવાનું કારણ જણાવ્યું. રાખીએ કહ્યું કે તેણે એક બાધા રાખી છે જે સલમાન ખાન સાથે સંબંધિત છે.
રાખી સાવંતે રાખી સલમાન ખાન માટે બાધા
રાખી સાવંત બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને પોતાનો ભાઈ માને છે. સલમાને પણ ઘણી વખત રાખીની મદદ કરી છે. તાજેતરમાં, રાખી એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં તેણે પોતાનો ચહેરો ઢાંક્યો હતો. સાથે જ રાખીએ બધાને એ પણ કહ્યું કે તે ‘ચપ્પલ’ કેમ નથી પહેરતી. રાખીએ કહ્યું, ‘મારી એક મન્નત છે… હું શ્રીલંકા, દુબઈથી ચપ્પલ વિના આવી છું. જ્યાં સુધી સલમાન ખાન લગ્ન નહીં કરે ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરું. તે મારો ભાઈ છે.’
આ સમાચાર પણ વાંચો: Ajit vs Sharad Pawar : અજીત દાદા એ CMને લઈ ખોલ્યા પત્તા, કાકાને ‘ઘરડા’ ગણાવી સાધ્યું નિશાન, કહ્યું -તમારી ઉંમર 83 વર્ષની…
View this post on Instagram
રાખી સાવંત થઇ ટ્રોલ
ઘણા લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને રાખીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે ‘નૌટંકી નંબર વન’ લખ્યું. અન્ય યુઝરે લખ્યું, ‘પાગલ હૈ કુછ ભી હૈ.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘ રાખી મારી જાન, તારી મન્નત બરબાદ થઈ જશે.. કારણ કે મન્નત તેના માટે માંગવામાં આવે છે જેમના લગ્ન ના થતા હોય પરંતુ .. સલમાન ભાઈ લગ્ન કરવા નથી માંગતા.. સલમાન ભાઈ, અમારા જેવા કુંવારા છોકરાઓ માટે ગુરુ છે . .’જણાવી દઈએ કે રાખી સલમાનને પોતાનો ભાઈ માને છે. સલમાન ખાન છેલ્લા ત્રણ વર્ષથી તેની માતાની સારવારમાં મદદ કરી રહ્યો હતો. આટલું જ નહીં માતા જયા ના નિધનના સમાચાર સાંભળીને ભાઈજાને રાખીને ફોન કરીને માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.