News Continuous Bureau | Mumbai
દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હવે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ જોર પકડી રહી છે. એટલું જ નહીં કેટલાક લોકોએ આદિપુરુષના નિર્માતા અને ડાયલોગ રાઇટર ને પણ ધમકી આપી રહ્યા છે. લોકોએ ફિલ્મમાં ટપોરી ડાયલોગ્સ અને તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. આ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને ડાઉલોંગ રાઇટર મનોજ મુન્તશીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ જોયા બાદ હવે દર્શકો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણ સિરિયલ ની પ્રશંસા કરી રહ્યા છે. દર્શકો કહે છે કે 36 વર્ષ પહેલા આવેલી આ સિરિયલ આદિપુરુષ કરતા ઘણી ચડિયાતી છે.
રામાનંદ સાગર ની રામાયણ માં અરવિંદ ત્રિવેદી એ ભજવ્યું હતું રાવણ નું પાત્ર
લગભગ 4 દાયકા પહેલાં ટીવી પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીએ ભલે પોતાના અભિનયથી દિલ જીતી લીધું હોય, પરંતુ તેણે આ પાત્ર નિભાવવા માટે જીવનભરનું પ્રાયશ્ચિત કર્યું. અરવિંદ ત્રિવેદી પોતે રામ ભક્ત હતા. પરંતુ તેમણે રાવણના રોલમાં એટલો જીવ રેડ્યો કે વાસ્તવિક જીવનમાં પણ લોકો તેને રાવણ સમજવા લાગ્યા. પરંતુ અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી. રામના ભક્ત હોવાને કારણે તે એક્ટિંગ કરતી વખતે પણ સિરિયલમાં રામ વિશે ખરાબ બોલીને દુઃખી થતો હતો. આ સિરિયલમાં માતા સીતાના અપહરણના દ્રશ્યનું શૂટિંગ કર્યા બાદ અરવિંદ ત્રિવેદીએ શ્રી રામની માફી માંગી હતી.અરવિંદ ત્રિવેદીએ આ સીન માટે જાહેરમાં લોકોની માફી માંગી હતી અને કહ્યું હતું કે ભલે તેને અભિનય અને પાત્ર માટે આ કરવું પડ્યું, પરંતુ તેને આખી જીંદગી તેનો પસ્તાવો રહ્યો.
So touching. 84 year old veteran #ArvindTrivedi ji watched his #Ravana role after 30 years & seeks forgiveness from others in the room! 🙏 Hindu samskaras. 🙏 pic.twitter.com/37QDygvT0y
— Ratan Sharda 🇮🇳 रतन शारदा (@RatanSharda55) April 12, 2020
રામાનંદ સાગર ના પુત્ર એ આદિપુરુષ પર વ્યક્ત કરી હતી નારાજગી
આ દરમિયાન રામાયણ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરના પુત્રએ પણ આદિપુરુષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રેમ સાગરે ‘આદિપુરુષ’માં પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનું ખોટું અર્થઘટન કરવા બદલ ડિરેક્ટર ઓમ રાઉતની ટીકા કરી હતી. એક ઈન્ટરવ્યુમાં પ્રેમ સાગરે કહ્યું, ‘મેં ફિલ્મ જોઈ નથી, પરંતુ ટીઝર અને ટ્રેલર જોયુ છે. તેના પર પ્રતિક્રિયા આપતા પ્રેમ સાગરે કહ્યું, ‘મારા પિતા રામાનંદ સાગરે પણ ‘રામાયણ’ બનાવતી વખતે સ્વતંત્રતાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેઓ ભગવાન રામને સમજી ગયા હતા. ઘણા ગ્રંથો વાંચ્યા પછી, તેમણે તેમાં નાના ફેરફારો કર્યા પરંતુ ક્યારેય તથ્યો સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો નથી.’ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: સુહાના ખાન,ખુશી કપૂર અને અગત્સ્ય નંદા ની ‘ધ આર્ચીઝ’નું ટીઝર થયું રિલીઝ, મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યા સ્ટાર કિડ્સ