News Continuous Bureau | Mumbai
બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ‘3 ઈડિયટ્સ‘ આજે પણ લોકો એટલી જ પસંદ કરે છે જેટલી તેની રિલીઝ વખતે હતી. આજે પણ લોકોમાં ફિલ્મનો એવો જ ક્રેઝ છે. વર્ષ 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. તાજેતરમાં શર્મન જોશીએ તેની આગામી સિરીઝ ‘કફસ’ના પ્રમોશન દરમિયાન ‘3 ઈડિયટ્સ’ ની સિક્વલ વિશે મોટી માહિતી આપી છે. જ્યારે અભિનેતાને ‘3 ઈડિયટ્સ’ની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાણી તેના બીજા ભાગની વાર્તા પર કામ કરી રહ્યા છે.
શર્મન જોશી એ 3 ઈડિયટ્સ ની સિક્વલ ને લઇ ને કહી આ વાત
એક ઇન્ટરવ્યુ દરમિયાન, શર્મન જોશીએ 3 ઇડિયટ્સના બીજા ભાગ વિશે કહ્યું, ‘કિતના માજા આયેગા અગર યે હુઆ તો….હું તમને બધાને કહી દઉં, રાજુ સર જાણે છે કે તમે કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તે ક્યારેય દર્શકોને નિરાશ નથી કરતા, તેણે એક કે બે વાર કેટલીક વાર્તાઓ શેર કરી હતી પરંતુ, થોડા મહિનાઓ પછી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે વાર્તાઓનું શું થયું, તો તેણે કહ્યું કે તે વાર્તાઓ બંધ થઈ ગઈ છે, વર્કઆઉટ થઈ રહ્યું નથી.’
આ સમાચાર પણ વાંચો: How To Sell Gold At Best Price : ઘરમાં પડેલું સોનું સારી કિંમતે વેચવું હોય તો આ વાત ધ્યાનથી વાંચો, નહીં તો થઈ શકે છે નુકસાન..
3 ઈડિયટ્સ માં શર્મન જોશી એ ભજવી હતી ભૂમિકા
ફિલ્મની સિક્વલ વિશે વધુ વાત કરતાં શર્મને કહ્યું, ‘તે આ ફિલ્મની સિક્વલ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, તે હાલમાં ફિલ્મની વાર્તા પર કામ કરી રહ્યા છે. તમે ચિંતા કરશો નહીં, જ્યારે પણ ફિલ્મની વાર્તા પૂર્ણ થશે, અમે તે વાર્તા પર કામ કરીશું, તેનો આનંદ લઈશું અને દર્શકોને તેનો આનંદ અપાવીશું. તમને જણાવી દઈએ કે વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી 3 ઈડિયટ્સ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં શરમન જોશી ઉપરાંત આમિર ખાન, આર માધવન, કરીના કપૂર, બોમન ઈરાની, ઓમ વૈદ્ય અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં હતા.