News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ(Ranveer singh) તેની વિચિત્ર ફેશન અને શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે. ફિલ્મી દુનિયામાં તે ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન (entertain)કરી રહ્યો છે. આજ કારણ છે કે તેના ચાહકો તેના વિશેની દરેક નાની-નાની વાત જાણવા માટે આતુર હોય છે. જ્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (film industry)આવ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે આ ફિલ્મી દુનિયા પર પોતાની મેળે જ કબજો કરી લેશે. પરંતુ શું તમે જાણો છો કે રણવીર સિંહ સોનમ કપૂરનો દૂરનો સંબંધી(relation) છે. હા, સોનમ કપૂર અને રણવીર સિંહ એકબીજાના સંબંધમાં ભાઈ-બહેન (brother-sister)લાગે છે.ચાલો જાણીયે કેવી રીતે.
રણવીર સિંહ સિંધી પરિવારમાંથી(Sindhi family) છે અને તેના દાદા સોનમ કપૂર ની નાની ના ભાઈ(brother) છે. એ પ્રમાણે રણવીર અને સોનમનો સંબંધ ભાઈ-બહેન જેવો બની ગયો. બીજી તરફ અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂરનો પુત્ર અર્જુન કપૂર (Arjun Kapoor)સોનમનો પિતરાઈ ભાઈ(cousin) છે, આ હિસાબે તે દીપિકાનો સંબંધી પણ બની ગયો છે.સોનમ કપૂર ના કાકા બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર સાથે પણ રણવીર સિંહની સારી મિત્રતા છે. રિલેશનશિપમાં જોવામાં આવે તો અર્જુન કપૂર હવે દીપિકાનો દિયર બની ગયો છે. જો સંબંધના આધારે જોવામાં આવે તો રણવીર અને અર્જુન વાસ્તવિક જીવનમાં પણ દૂરના ભાઈઓ(brothers) છે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ની પંગા કવીને સાધ્યું આ ખાન પર નિશાન – લગાવ્યો ભારતને બદનામ કરવાનો આરોપ
રણવીર સિંહ ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં (Rocky aur rani ki prem kahani)જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ જોવા મળશે. તેમજ ધર્મેન્દ્ર,શબાના આઝમી અને જ્યાં બચ્ચન પણ આ ફિલ્મ માં મહત્વ ની ભૂમિકામાં જોવા મળશે.ધર્મા પ્રોડક્શન(Dharma production) દ્વારા નિર્મિત આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા હશે. હાલમાં આ ફિલ્મ વર્ષ 2023માં 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ સિવાય રણવીર રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સર્કસ'માં(circus) કામ કરી રહ્યો છે.