News Continuous Bureau | Mumbai
સાઉથની અભિનેત્રી રશ્મિકા મંડન્ના ને હાલમાં જ આર્થિક નુકસાન થયું છે. વાસ્તવમાં અભિનેત્રી 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બની છે. અને તેને છેતરનાર વ્યક્તિ જાણકાર હતો. આનાથી અભિનેત્રીને ઘણો આઘાત લાગ્યો છે.
Story – સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંડન્નાએ ફિલ્મ ‘ગુડબાય’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. અભિનેત્રી ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ‘એનિમલ’માં જોવા મળશે. આ દરમિયાન દિવા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો રશ્મિકા સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. .
મેનેજરે કરી રશ્મિકા સાથે 80 લાખ ની છેતરપિંડી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ક્રશ રશ્મિકા મંડન્ના 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બની છે. તે જ સમયે, છેતરપિંડી કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેની મેનેજર છે. મેનેજરે કથિત રીતે રશ્મિકા પાસેથી 80 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આટલું જ નહીં માહિતી તો એ પણ છે કે આ અંગેની માહિતી મળતાં જ રશ્મિકાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે મેનેજરને નોકરી માંથી કાઢી મૂકી. રિપોર્ટ અનુસાર, મેનેજર લાંબા સમયથી રશ્મિકા મંદન્ના સાથે જોડાયેલી હતી અને તે અભિનેત્રીની જાણ વગર ધીમે ધીમે પૈસાની ચોરી કરતી હતી. જયારે અભિનેત્રી ને આ ઘટના વિશે ખબર પડી ત્યારે તેને ઘણો આઘાત લાગ્યો.
રશ્મિકા મંડન્ના નું વર્ક ફ્રન્ટ
રશ્મિકા મંડન્ના ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો આ દિવસોમાં તે રણબીર કપૂર સાથે તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મના અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું અને પ્રી-ટીઝરે રિલીઝ સાથે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. ઉપરાંત, રશ્મિકા મંડન્ના તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલ ‘પુષ્પા 2’ માટે પણ ચર્ચામાં છે.
આ સમાચાર પણ વાંચો: બિગ બોસ ઓટીટી 2 ના ગ્રાન્ડ લોન્ચ પ્રસંગે સલમાન ખાને કરી ડેશિંગ લુક માં એન્ટ્રી, જોવા મળ્યો ‘ભાઈજાન’ નો સ્વેગ