News Continuous Bureau | Mumbai
રવીના ટંડને પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેના પર ફિલ્માવવામાં આવેલા ઘણા ગીતો પણ આઇકોનિક સાબિત થયા છે અને તેમાંથી સૌથી વધુ લોકપ્રિય છે ‘ટિપ ટીપ બરસા પાની’, જે ફિલ્મ ‘મોહરા’માં અક્ષય કુમાર અને રવિના ટંડન પર ફિલ્માવવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે આ ગીત ખૂબ જ સેન્સુઅલ છે, પરંતુ શું તમે જાણો છો કે જ્યારે રવીના ટંડન આ ગીતનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેણે મેકર્સ સામે કેટલીક શરતો મૂકી હતી, આવો જાણીએ તે શરત કઈ હતી.
રવીના ટંડને મૂકી હતી આ શરત
તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, રવિના ટંડનને કહ્યું કે, ‘સેક્સુઅલ અને સેન્સુઅલ વચ્ચે એક પાતળી રેખા હોય છે. મેં અગાઉ પણસેન્સુઅલ ગીતો કર્યા હતા, પરંતુ તેમાં કશું સ્પષ્ટ નહોતું. હું આ ગીતમાં કેટલીક બાબતો વિશે ખૂબ જ સ્પષ્ટ હતી. હું મારી સાડી નહીં ઉતારું, કોઈ કિસિંગ સીન નહીં હોય. આ સિવાય એક્ટ્રેસના ઘણા ચેક લિસ્ટ હતા, આ ગીતમાં ટિક માર્ક્સ કરતાં વધુ ક્રોસ માર્ક્સ હતા. જ્યારે મેકર્સ રવીના ની શરતો સ્વીકારવા તૈયાર હતા, તો એક્ટ્રેસે જઈને આ ગીતનું શૂટિંગ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: પહેલી પત્ની સાથે છેતરપિંડી કરીને અનૂપ સોની એ રાજ બબ્બરની દીકરી સાથે બાંધ્યો હતો સંબંધ, આ રીતે પકડાઈ ગઈ ચોરી
મોહરા ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી રવીના ટંડન
‘મોહરા’ વિશે વાત કરીએ તો, તે અક્ષય કુમારની સૌથી લોકપ્રિય ફિલ્મ છે, જે 1લી જુલાઈ 1994ના રોજ રિલીઝ થઈ હતી. રાજીવ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રવિના ટંડન ઉપરાંત સુનીલ શેટ્ટી, નસીરુદ્દીન શાહ અને પરેશ રાવલ જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ માત્ર હિટ જ ન હતી, તેના ‘ટિપ ટીપ બરસા પાની’ અને ‘તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ જેવા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.