બન્ને સહ-કલાકારો ના નિધન થી ભાંગી પડી રૂપાલી ગાંગુલી, મિત્ર નિતેશ પાંડેની અંતિમ યાત્રા માં ખુબ રડી અભિનેત્રી, ભાવુક વીડિયો આવ્યો સામે

'અનુપમા'માં અનુજના મિત્ર ધીરજનો રોલ કરનાર અભિનેતા નિતેશ પાંડેનું નિધન થયું છે. નિતેશના મૃત્યુના સમાચાર સાંભળીને રૂપાલી ગાંગુલી ભાંગી પડી છે

by Zalak Parikh
rupali ganguly cried inconsolably after co star nitesh pandey death

News Continuous Bureau | Mumbai

અનુપમા ફેમ નિતેશ પાંડે હવે આ દુનિયામાં નથી. હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું છે. તેમની અચાનક વિદાયથી તેમના નજીકના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ સાથે જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ટીવી સીરિયલ ‘અનુપમા’માં નિતેશ પાંડે સાથે કામ કરનાર રૂપાલી ગાંગુલીની પણ રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.

 

નિતેશ ના નિધન થી ભાંગી પડી રૂપાલી 

રૂપાલી ગાંગુલી તેના બંને સહ કલાકારો નિતેશ પાંડે અને વૈભવી ઉપાધ્યાયના નિધનના દુઃખને દૂર કરવામાં અસમર્થ છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, આ વીડિયો નિતેશ પાંડેના ઘરની બહારનો છે. જ્યારે તે તેના મિત્ર નિતેશ પાંડેને વિદાય આપવા આવી ત્યારે રૂપાલી તેના આંસુને રોકી શકી ન હતી. કારમાં બેસીને તે પોતાના દુપટ્ટા વડે આંસુ લૂછતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રીલ નહીં રિયલ લાઈફ માં પણ સારા મિત્રો હતા રૂપાલી અને નિતેશ 

તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી અને નિતેશ પાંડે માત્ર રીલ લાઈફમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ઘણા સારા મિત્રો હતા. નિતેશના મૃત્યુ બાદ રૂપાલી ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે નિતેશ તે લોકોમાંથી એક હતો જેણે હંમેશા તેને સપોર્ટ કર્યો હતો. પોતાના મિત્રને યાદ કરતાં તેણે કહ્યું કે ડેલનાઝ અને સારાભાઈ સિવાય નિતેશ એકમાત્ર વ્યક્તિ હતો જે હંમેશા તેની સાથે સંપર્કમાં રહેતો હતો.

આ સમાચાર પણ વાંચો: વૈભવી ઉપાધ્યાયની કારે નહોતું ગુમાવ્યું બેલેન્સ, અભિનેત્રી ની મિત્ર એ જણાવ્યું કેવી રીતે થયો હતો એક્સીડેન્ટ

Join Our WhatsApp Community

You may also like