સૈફ અલી ખાન ( saif Ali khan ) અને કરીના કપૂર ખાન ( kareena kapoor khan) બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે. કપલ પોતાના અંગત જીવન સાથે જોડાયેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.તાજેતરમાં જ કપલ રેડ સી ફેસ્ટિવલમાં ( red sea festival ) ભાગ લેવા માટે સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યું હતું. પાવર કપલે સ્ટાઇલિશ આઉટફિટ્સમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી. સૈફ અને બેબો ( wife ) રેડ કાર્પેટ પર તેમના દેખાવ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. બંને ફિલ્મ ફેસ્ટિવલમાં વુમન ઇન સિનેમા ( top actresses ) ઇવેન્ટમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.
પત્રકારો સાથે કરી વાતચીત
ઈવેન્ટ દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂરે રેડ કાર્પેટ પર હાજર પત્રકારો સાથે વાત કરી હતી. સૈફને એક પત્રકારે સિનેમામાં મહિલાઓના યોગદાન વિશે પૂછ્યું.તેના જવાબમાં અભિનેતાએ કહ્યું, ‘સૌ પ્રથમ તો સિનેમા મહિલાઓ વિના અધૂરું છે. જ્યારે તમે સિનેમા વિશે વિચારો છો ત્યારે તમે ઘણી મહત્વની મહિલાઓ વિશે વિચારો છો… મારી મનપસંદ અભિનેત્રીઓ માર્લેન ડીટ્રીચથી લઈને ઓડ્રે હેપબર્નથી લઈને ચાર્લીઝ થેરોન સુધી..જે પછી બેબો તેને ટોકતા કહે છે, “તારી પત્ની સુધી!” આ સાંભળીને સૈફે તરત જ કહ્યું, ‘હા મારી સુંદર પત્ની સુધી…’અહીં સૈફે તેની માતા અને બોલિવૂડ એક્ટ્રેસ શર્મિલા ટાગોર વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, ‘મારી માતા, તેમની પ્રથમ ફિલ્મ (અપૂર સંસાર) સત્યજીત રે સાથે હતી જ્યારે તે 16 વર્ષની હતી.તેથી મને લાગે છે કે સ્ત્રીની સંવેદનશીલતા, આક્રમકતા, પ્રકૃતિનું તે પાસું છે જે સિનેમામાં સ્ત્રીઓ મારા માટે અર્થ ધરાવે છે.”
Saif and Kareena interview with @hiamag on #RedSeaIFF22 red carpet pic.twitter.com/SZ9bh3PVBk
— Kareena Kapoor Khan FC (@KareenaUpdates) December 3, 2022
આ સમાચાર પણ વાંચો: Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે
રેડ સી ફેસ્ટિવલ માં પહુંચ્યા હતા બોલિવૂડ કલાકારો
રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2022માં સૈફ અલી ખાન અને કરીના કપૂર સિવાય અન્ય ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. શાહરૂખ ખાન, કાજોલ, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર અને સોનમ કપૂર તેનો ભાગ બન્યા છે.માનવામાં આવી રહ્યું છે કે હૃતિક રોશન અને રણબીર કપૂર પણ તેમાં ભાગ લઈ શકે છે.
Join Our WhatsApp Community