News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર પણ લીડ રોલમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ પછી અહેવાલો સામે આવ્યા હતા કે આમિર ખાને ફિલ્મોમાંથી બ્રેક લીધો છે. જોકે, આ વર્ષની શરૂઆતમાં આમિર ખાન વિશે એક સમાચાર વાયરલ થયા હતા કે આમિર ખાને હોલીવુડની ચેમ્પિયન ફિલ્મની હિન્દી રિમેક બનાવવાનું નક્કી કર્યું છે. આમિર ખાન આ ફિલ્મ માટે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને લેવા માંગતો હતો. પરંતુ સલમાને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.
સલમાન ખાન ને પસંદ આવી હતી ચેમ્પિયન ની સ્ક્રિપ્ટ
મીડિયા રિપોર્ટનું માનીએ તો સલમાન ખાનને આમિર ખાનની ચેમ્પિયન્સની સ્ક્રિપ્ટ પસંદ હતી. જોકે, ઓછા સમયના કારણે ભાઈજાને આ ફિલ્મ છોડવી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તારીખની સમસ્યાને કારણે ભાઈજાને આ ફિલ્મ છોડી દીધી છે. સલમાન અને આમિર ચેમ્પિયન્સ ને લઇ ને વાતચીત થઇ ગઈ હતી અને જૂનથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા. જો કે, જ્યારે સલમાનને ખબર પડી કે તે જૂનમાં બીજી ફિલ્મ માટે શૂટ કરવાનો છે, ત્યારે તેણે આમિરની ઑફર ઠુકરાવી દીધી. હવે રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાન આ ફિલ્મમાં રણબીર કપૂરને લેવાનું વિચારી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: ટીવીની આ પ્રખ્યાત વિલન હતી ‘અનુપમા’ ફેમ નિતેશ પાંડેની પહેલી પત્ની, મૃત્યુ પર પણ નિભાવી નફરત ની ભૂમિકા!
ચેમ્પિયન્સ માં જોવા મળી શકે છે રણબીર કપૂર
તમને જણાવી દઈએ કે રણબીર કપૂર પણ આ દિવસોમાં પોતાના માટે એક શાનદાર ફિલ્મની સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે. તે એવી ફિલ્મોમાં કામ કરવા માંગે છે જેની વાર્તા મજબૂત હોય. ચેમ્પિયન્સ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે અને રણબીરે ક્યારેય આ શૈલીની ફિલ્મ કરી નથી. આ કારણોસર પણ તે આમિરને હા કહી શકે છે. તે જ સમયે, નિર્માતાઓ દ્વારા રણબીર કપૂરને નરેશન પણ આપવામાં આવ્યું છે.