News Continuous Bureau | Mumbai
સીરિયલ 'ક્યુંકિ સાસ ભી કભી બહુ થી' (kyunki saas bhi kabhi bahu thi)એ મનોરંજન જગતને અનેક ધૂરંધર કલાકારોની ભેટ આપી છે. આ સીરિયલમાં અભિનેત્રી અશ્લેષા સાવંત(Ashlesha sawant) અને સંદીપ બસવાના પણ જાેવા મળ્યા હતા. અશ્લેષાએ શોમાં તિશા મહેતા વીરાનીની ભૂમિકા ભજવી હતી જ્યારે સંદીપ સાહિલ વીરાનીની(Sahil Virani) ભૂમિકામાં જાેવા મળ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે આ સીરિયલ બાદ પણ આ જાેડી આજે પણ સાથે સાથે જ છે? અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના છેલ્લા ૨૦ વર્ષથી સાથે છે. બંને ૨૦ વર્ષથી લગ્ન કરીને નહીં પરંતુ લિવ ઈન રિલેશનશીપમાં (live in relationship)સાથે રહી રહ્યા છે.
સંદીપે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભલે તેમના ઓફિશિયલ લગ્ન (marriage)ન થયા હોય પરંતુ તેમનો સંબંધ લગ્ન જેવો જ છે. સંદીપે કહ્યું કે ‘અમે સાથે કામ કરતા બંને એકબીજાની નજીક આવ્યા હતા. બંને એક જ પ્રોફેશનમાંથી(profession) છે તો એકબીજાના કામને પણ સમજે છે. સંદીપે વધુમાં કહ્યું કે અમારો સંબંધ લગ્ન જેવો જ છે. અમે બસ ઢોલ વગાડતા નથી. અમે ખુબ આધ્યાત્મિક લોકો છીએ. અમને ખબર છે કે આપણે આ દુનિયામાં ખુબ ઓછા સમય માટે આવ્યા છીએ. જેટલો સમય પ્રેમમાં પસાર કરો, તેટલું સારું છે. અમારું એક બીજાને વચન હતું કે જ્યાં સુધી અમારામાં પ્રેમ (love)રહેશે, ત્યાં સુધી અમે સાથે રહીશું. જ્યારે પ્રેમ નહીં રહે તો પણ અમે એક બીજાના જીવનને નુકસાન પહોંચાડીશું નહીં. આ અમારી એક સોચ છે. અત્યાર સુધી તો પ્રેમ જળવાઈ રહ્યો છે આગળ ભવિષ્યમાં જાેઈશું કે લગ્ન કરીશું કે નહીં.’ સંદીપને જ્યારે પૂછવામાં આવ્યું કે ફેમિલી પ્લાનિંગ(family planning) અને બાળકો વિશે શું વિચારો છો તો તેણે કહ્યું કે બાળકો દુનિયામાં અનેક છે. દુનિયાની જનસંખ્યા વધી રહી છે, કોઈએ તો તેના વિશે વિચારવું પડશે. તે કહે છે કે ‘હાલ મને એવું લાગે છે કે જનસંખ્યા ખુબ વધુ છે. જ્યારે અંદરથી અવાજ આવશે તો અમે બાળકો પેદા કરી લઈશું. પરંતુ હાલ મને લાગે છે કે જનસંખ્યા ખુબ વધુ છે. કેટલાક લોકોએ તો એ વિચારવું જાેઈએ કે જાે બાળક જાેઈતા હોય તો તેમને દત્તક(adopt) લઈ લો, પોતાના ના કરો. પશુ-વનસ્પતિ બધા ઓછા થઈ રહ્યા છે. કેટલાક જાગૃત લોકોએ વિચારવું જાેઈએ કારણ કે આપણા બાળકો જાેઈએ તેમ વિચારીને બાળકો પેદા ન કરવા જાેઈએ. બાળકો પેદા કરીશું તો તમે જુઓ જ છો કે બેરોજગારી કેટલી બધી છે. ગરીબ દેશ છે, લોકો પાસે ખાવા-પીવા સુદ્ધા નથી.’
આ સમાચાર પણ વાંચો: ધ ડર્ટી પિક્ચરની સિક્વલ પર કામ થયું શરૂ- વિદ્યા બાલન નહીં આ અભિનેત્રી ભજવી શકે છે સિલ્ક સ્મિતા ની ભૂમિકા
અશ્લેષા સાથે મુલાકાત પર સંદીપ બસવાનાએ કહ્યું કે તેમની લેડી લવ અશ્લેષા સાવંત અને તે કમલ(LKamal) સિરીયલ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ તેમની એન્ટ્રી ક્યુંકિ સાસ… સીરિયલ સમયે થઈ હતી. સંદીપે કહ્યું કે અમે પહેલેથી એક બીજાને પસંદ કરતા હતા. સીરિયલમાં કામ કરતી વખતે જ આપણી લાઈકિંગ(liking) થઈ જ જાય છે. શિડ્યૂલ પણ એક હોય છે. અમે ૧૮-૨૦ કલાક સાથે કામ કરીએ છીએ તો એકબીજાને પસંદ કરવું એ સ્વાભાવિક થઈ જાય છે. સંદીપ બસવાના છેલ્લે સીરિયલ 'વિષ યા અમૃતઃ સિતારા'માં જાેવા મળ્યો હતો. તેણે હાલમાં જ આવેલી કોમેડી ફિલ્મ 'હરિયાણા'નું(Hariyana) દિગ્દર્શન કર્યું છે. જ્યારે અશ્લેષાની વાત કરીએ તો અશ્લેષા હાલ સ્ટાર પ્લસ પર આવતી લોકપ્રિય સીરિયલ 'અનુપમા' (Anupama)માં જાેવા મળે છે. 'અનુપમા' સીરિયલમાં તે બરખા કાપડિયાની દમદાર ભૂમિકા ભજવી રહી છે. લિવ ઈન પાર્ટનર સંદીપની ફિલ્મ હરિયાણામાં પણ અશ્લેષાએ મહત્વની ભૂમિકા ભજવી છે.