Site icon News Continuous Bureau | Mumbai

સાનિયા મિર્ઝા અને શોએબ મલિક લાવી રહ્યા છે ચેટ શો, કપિલ શર્મા શો સાથે છે કનેક્શન! જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિકે તાજેતરમાં પાકિસ્તાનમાં પોતાનું પરફ્યુમ લોન્ચ કર્યું છે. હવે સાનિયા મિર્ઝાના ફેન્સ માટે સારા સમાચાર છે. દંપતીએ ખુલાસો કર્યો કે તેઓ Urduflix પર પોતાનો ચેટ શો લાવી રહ્યા છે. 

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના આ ચેટ શોનું નામ 'મિર્ઝા મલિક શો' હશે અને બંનેએ દુબઈમાં મીડિયા સાથે સવાલ-જવાબનું સેશન કર્યું હતું અને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. દંપતીએ કહ્યું કે, તેઓ એકસાથે અને વ્યક્તિગત રીતે નવી વસ્તુઓ કરવાનું પસંદ કરે છે તેથી તેઓ આ તકમાં ખૂબ જ રસ ધરાવે છે. સાનિયા મિર્ઝાએ કહ્યું, અમને પડકારો ગમે છે તેથી અમને રમતગમતથી મીડિયામાં પરિવર્તન ખૂબ જ રોમાંચક લાગ્યું.આ શો વિશે વાત કરતા સાનિયા મિર્ઝાએ કહ્યું, "સારા ફેમિલી શોમાં ઘણું હસવું જોઈએ. કપિલ શર્માના શો ની જેમ. અમારો શો કોમેડી શો નહીં હોય, પરંતુ તેમાં રમૂજના તત્વો હશે. આ શો એક કલાકનો હશે. અને તે ઇચ્છે છે કે દર્શકોને તે એક કલાક ગમે.

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, EDએ ફરી મોકલ્યુ સમન, આ તારીખે પૂછપરછ માટે બોલાવી

તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે પાકિસ્તાનમાં ઓલરાઉન્ડર નામનું પરફ્યુમ લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગમાં પાકિસ્તાનના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સાનિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 80 લાખથી વધુ લોકો ફોલો કરે છે. સાનિયાના ઘણા સુંદર ફોટા ઇન્સ્ટા પર હાજર છે.સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે 12 એપ્રિલ 2010ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને બંનેને એક પુત્ર પણ છે જેનું નામ ઈઝાન છે. ઈઝાનનો જન્મ 2018માં થયો હતો.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version