Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Dutt Daughter Trishala: સંજય દત્ત ની દીકરી ત્રિશલા આવી લાઇમલાઇટમાં, આસ્ક મી સેશન દરમિયાન જાહેર કરી આવી ઈચ્છા

Sanjay Dutt Daughter Trishala: સંજય દત્તની પુત્રી ત્રિશલા હાલ ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ત્રિશલા તેના એક નિવેદન દ્વારા લાઈમલાઈટમાં આવી ગઈ છે.

sanjay dutt daughter trishala talks about her pregnancy before marraige

sanjay dutt daughter trishala talks about her pregnancy before marraige

News Continuous Bureau | Mumbai 

Sanjay Dutt Daughter Trishala: સંજય દત્ત પોતાની પર્સનલ લાઈફ ને લઈને ઘણીવાર ચર્ચામાં આવ્યો છે. સંજય દત્તે ત્રણવાર લગ્ન કર્યા છે. પહેલીવાર તેને રિચા ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. તેની અને રિચા ચઢ્ઢા ની એક દીકરી છે જેનું નામ ત્રિશલા છે. સંજય દત્ત ની દીકરી ત્રિશલા બોલિવૂડ ની ચકા ચોંઘ થી દૂર છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા પોસ્ટ કરતી રહે છે. આ સાથે તે ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી સેશન દ્વારા ચાહકો સાથે વાત પણ કરે છે. આસ્ક મી સેશન દરમિયાન ત્રિશલા એ તેના ચાહકો સમક્ષ માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Channel

 

ત્રિશલા દત્ત એ વ્યક્ત કરી માતા બનવાની ઈચ્છા 

આસ્ક મી સેશન દરમિયાન એક ફેને સંજય દત્તની દીકરી ત્રિશલા ને એક સવાલ પૂછ્યો , “શું તમે ક્યારેય સંતાન ઈચ્છો છો, આ અંગે તમારી શું યોજના છે, શું તમે તમારા મનમાં કોઈ નામ વિચાર્યું છે?” આના પર ત્રિશાલાએ જવાબ આપ્યો, “મારે એક બાળક જોઈએ છે અને તેના માટે મારી પાસે એક પ્લાન છે. મેં તેમના માટે નામો પણ વિચાર્યા છે. જો ભગવાને મારા માટે આ બધું આયોજન કર્યું છે, તો હું ચોક્કસ એક દિવસ માતા બનીશ.”


તમને જણાવી દઈએ કે સંજય દત્તની દીકરી ત્રિશલા 35 વર્ષ ની છે અને હજુ સુધી તે કુંવારી છે. ત્રિશલા હાલ  ન્યૂયોર્કમાં સ્થાયી થઈ ગઈ છે.સંજય દત્ત તેની પુત્રી ત્રિશલા ને મળવા અવારનવાર અમેરિકા જાય છે.

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં ઝીનત અમાને ખોલી ઘણી પોલ, રિશી કપૂર સિવાય નીતુ કપૂર ને આ અભિનેતા પર હતો ક્રશ

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version