News Continuous Bureau | Mumbai
બોલિવૂડના ફેમસ એક્ટર સંજય દત્તનું ( sanjay dutt ) નામ ઇન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંથી એક છે જેનો હંમેશા વિવાદો સાથે ઊંડો સંબંધ રહ્યો છે. ડ્રગ્સ કેસથી લઈને અનેક વિવાદો સાથે તેનું નામ જોડાયેલું હશે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં અને લોકોની નજરમાં તેનો આદર અને પ્રેમ હજુ પણ અકબંધ છે. હાલમાં જ સંજય દત્ત તેની બહેન પ્રિયા સાથે એક હોસ્પિટલ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની કેન્સર જર્ની ( cancer treatment ) અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન સંજય દત્ત સાથે તેની બહેન પ્રિયા દત્ત પણ હાજર હતી.
સંજય ડુટ્ટ ને હતું ફેફસા નું કેન્સર
વર્ષ 2020માં સંજય દત્ત 4 સ્ટેજના ફેફસાના કેન્સરનો શિકાર બન્યો હતો. જ્યારે તેના પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓ ચોંકી ગયા. પરંતુ તેણે હાર ન માની અને આ મુશ્કેલ સમયમાં હિંમત જાળવી રાખી અને પરિવાર સાથે મક્કમતાથી ઉભો રહ્યો. જોકે એ વાત સાચી છે કે શરૂઆતમાં સંજય દત્ત કેન્સરની સારવાર કરાવવા માંગતો ન હતો.સંજય દત્ત તાજેતરમાં તેની બહેન સાથે એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો જ્યાં તેણે તેની કેન્સરની જર્ની વિશે ખુલીને વાત કરી હતી અને લોકોને કેન્સર સામે લડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અભિનેતાની સારવાર કરનારા તમામ ડોકટરો પણ હાજર હતા. ઈવેન્ટમાં સંજયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જ્યારે તેને કેન્સરની ખબર પડી ત્યારે તેણે કેવી પ્રતિક્રિયા આપી? તેના પર સંજય દત્તે જવાબ આપ્યો કે ‘મને કમરમાં દુખાવો હતો. જેની હું ગરમ પાણીની બોટલથી સારવાર કરતો હતો અને પેઈનકિલર પણ લેતો હતો. એક દિવસ હું શ્વાસ લઈ શકતો ન હતો. ત્યારબાદ મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં સુધી મને કેન્સર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હતી.
આ સમાચાર પણ વાંચો: શું રિતિક રોશન થઇ છે આ ગંભીર બીમારી? જાણો કેવી છે અભિનેતાની તબિયત
આ કારણ થી કેન્સરનો ઈલાજ નહોતો કરાવવા માંગતો સંજય દત્ત
મીડિયા સાથેની વાતચીત દરમિયાન સંજયે કહ્યું કે, ‘તે સમયે હું હોસ્પિટલમાં એકલો હતો, મારી પત્ની દુબઈ ગઈ હતી, મારી સાથે કોઈ નહોતું. મારો પરિવાર, બહેન કોઈ નહિ. ત્યારે એક માણસ મારી પાસે આવ્યો અને તેણે મારી પાસે આવીને કહ્યું કે તને કેન્સર છે. વાતચીત ચાલુ રાખતા સંજય દત્તે કહ્યું કે, ‘જ્યારે તમે આવા સમાચાર સાંભળો છો, ત્યારે તમારી આખી જીંદગી તે જ સમયે તમારી સામે દેખાવા લાગે છે. મારા પરિવારમાં કેન્સરનો ઇતિહાસ છે. સ્વાદુપિંડના કેન્સરને કારણે મારી માતાએ જીવ ગુમાવ્યો હતો અને મારી પત્ની રિચા શર્માને પણ મગજનું કેન્સર હતું. તેથી મેં પ્રથમ વસ્તુ એ કહ્યું કે મારે કીમોથેરાપી નથી લેવી. મેં કહ્યું જો મારે મરવું હોય તો હું મરી જઈશ, પણ સારવાર નહીં કરાવું. પરંતુ મેં મારા પરિવારને કારણે જ આ સારવાર લીધી કારણ કે હું મારા પરિવારને વિખેરાતો જોઈ શકતો નથી.’