Site icon News Continuous Bureau | Mumbai

વિજયની ફિલ્મ ‘થલપતિ 67’માં સંજય દત્તની ‘ખૂંખાર’ એન્ટ્રી, અભિનેતા ને મળી કરોડો ની ફીસ

સંજુ બાબાએ કન્નડ રોકિંગ સ્ટાર યશ સ્ટારર KGF 2 માં ખલનાયક અધિરા ની ભયાનક ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર સંજય દત્ત દક્ષિણ ભારતીય ફિલ્મમાં વિલન તરીકે આવી રહ્યો છે.

sanjay dutt will be seen in thalapathy 67 acto signed film for this whopping amount

વિજયની ફિલ્મ 'થલપતિ 67'માં સંજય દત્તની 'ખૂંખાર' એન્ટ્રી, અભિનેતા ને મળી કરોડો ની ફીસ

News Continuous Bureau | Mumbai

-KGF ચેપ્ટર 2 ફિલ્મથી કન્નડ સિનેમા માં પોતાની ઓળખ બનાવનાર સંજય દત્ત ટૂંક સમયમાં તમિલ ફિલ્મોમાં પોતાની અભિનયની ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સંજય દત્ત વિજય સાથે ‘થલપથી 67’માં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માટે તેને મોટી રકમ આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

 

મેકર્સે શેર કર્યો સંજય દત્ત નો લુક  

નિર્માતાઓએ ફિલ્મમાંથી સંજય દત્તનો લુક પણ ચાહકો સાથે શેર કર્યો છે, જેમાં અભિનેતાનો કોટ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા સેવન સ્ક્રીન સ્ટુડિયોએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમિલ સિનેમામાં સંજય દત્ત સરનું સ્વાગત કરીને અમે સન્માનિત અનુભવીએ છીએ. અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે તે થલપથી 67નો ભાગ છે.સંજય દત્ત પણ ‘થલપથી 67’ નો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. તેનું નિવેદન પણ ફિલ્મના નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે, ‘જ્યારે મેં ‘થલપથી 67’નું વન લાઇનર સાંભળ્યું, તે જ સમયે મેં નક્કી કરી લીધું હતું કે હું આ ફિલ્મનો ભાગ બનવા માંગુ છું. હું આ પ્રવાસ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

આ ફિલ્મ માટે સંજય દત્ત ને મળી છે ભારી ભરખમ ફીસ 

રિપોર્ટ્સ નું માનીએ તો સંજય દત્તને આ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ફિલ્મના નામની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે તેને ‘થલપથી 67’ કહેવામાં આવી રહ્યું છે. લોકેશ કનાગરાજ દ્વારા નિર્દેશિત આ એક એક્શન થ્રિલર હશે. લોકેશ અગાઉ વિક્રમ જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યો છે. ફિલ્મમાં વિજય અને સંજય ઉપરાંત ત્રિશા, પ્રિયા આનંદ, ગૌતમ મેનન, અર્જુન સરજા અને મન્સૂર અલી ખાન પણ જોવા મળશે.

Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version