News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનની પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાનનો(Sara Ali Khan) લુક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (viral)થઈ રહ્યો છે. અભિનેત્રીના દિવાળી પાર્ટીમાંથી (Diwali party)ઘણા લુક્સ સામે આવ્યા હતા, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યા હતા. સારા અલી ખાન આદિત્ય ધરની ફિલ્મ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા'ને લઈને ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે આ દરમિયાન, ફિલ્મ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા' સંબંધિત એક નવું અપડેટ સામે આવ્યું છે, જે તમને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.
વિકી કૌશલની ફિલ્મ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા'the (immortal ashwatthama) ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝની(release) રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલી એક મોટી અપડેટ (update)સામે આવી છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, જ્યારે સારા અલી ખાનને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી ત્યારે એક યંગ છોકરી ને (young girl) કાસ્ટ કરવાની હતી. પરંતુ હવે મેકર્સે ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફાર કર્યા છે, જે મુજબ ફિલ્મમાં કોઈ મોટી અભિનેત્રીને(old actress) લેવામાં આવશે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે સારા અલી ખાનના ફેન્સ ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : આ કારણે દીપિકા પાદુકોણ નથી બની શકતી માતા-તેની ફેવરીટ વસ્તુ આવી રહી છે વચ્ચે
એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ સારા અલી ખાનના ફિલ્મમાંથી બહાર થયા બાદ હવે જાણીતી સાઉથ એક્ટ્રેસ(south actress) સામંથા રૂથ પ્રભુ(Samatha ruth prabhu) 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા'માં એન્ટ્રી કરી શકે છે. પરંતુ જાણકારી માટે તમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈ નામ નક્કી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં કઈ નવી અભિનેત્રીની એન્ટ્રી થશે તે નિર્માતા ટૂંક સમયમાં જાહેર કરશે.