News Continuous Bureau | Mumbai
‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના બંજર સબ-ડિવિઝનના સિધવા ખાતે એક માર્ગ અકસ્માત દરમિયાન અભિનેત્રીનું મૃત્યુ થયું છે. ફિલ્મ નિર્માતા જેડી મજીઠિયાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, વૈભવીએ ટીવી સીરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં રોશેશની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી.
જેડી મજેઠીયા એ શેર કરી પોસ્ટ
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા જેડી મજીઠિયાએ લખ્યું, “વિશ્વાસ નથી આવતો. જીવનનો કોઈ ભરોસો નથી. ઇન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રી અને મારી સારી મિત્ર વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. વૈભવી ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’ની જાસ્મીન તરીકે ઓળખાતી હતી. નોર્થ માં અકસ્માતને કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમનો પરિવાર તેમના મૃતદેહને મુંબઈ લાવવા જઈ રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રેસ્ટ ઈન પીસ વૈભવી ”
રૂપાલી ગાંગુલીએ વ્યક્ત કર્યો શોક
જેડી મજીઠિયા બાદ ટીવી સીરિયલ ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ વૈભવીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની તસવીર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તમને જણાવી દઈએ કે, સીરિયલ્સ સિવાય વૈભવીએ છપાક, સિટી લાઈટ્સ, તિમિર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે અનેક ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: G-20 સમિટમાં ભાગ લીધો અભિનેતા રામ ચરણે, વિદેશી મહેમાનો સાથે નાટૂ-નાટૂ ગીત પર થીરકાવ્યા પગ, જુઓ વીડિયો..