News Continuous Bureau | Mumbai
બોલિવૂડના ‘દબંગ’ હીરો સલમાન ખાન ( Salman Khan ) આજે પોતાનો જન્મદિવસ ઉજવી ( birthday bash ) રહ્યો છે. સલમાન 57 વર્ષનો થયો છે.સલમાને તેના જન્મદિવસના ખાસ અવસર પર તેના પરિવાર અને મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. અભિનેતાના જન્મદિવસની ઉજવણીમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. સલમાનની બર્થડે પાર્ટીમાં પહોંચીને શાહરૂખ ખાને ( Shah Rukh Khan ) દબંગ ખાનને પણ ચોંકાવી દીધો હતો.
View this post on Instagram
બ્લેક લુક માં છવાઈ ગયો સલમાન ખાન
સલમાન ખાને તેના જન્મદિવસની પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. પાર્ટીમાં તે ઓલ બ્લેક લુકમાં દમદાર સ્ટાઈલમાં પહોંચ્યો હતો.સલમાને પાપારાઝીને પણ ઘણા પોઝ આપ્યા હતા. સલમાનની સ્ટાઈલ અને કિલર એટીટ્યુડ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા. સલમાનના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના ગઠબંધન પર સંકટ.. કર્ણાટકના સરહદ વિવાદને લઈને શિંદે-ફડણવીસ આમને-સામને.. શું ભાજપ ગૃહમાં ઠરાવનો વિરોધ કરશે?
સલમાનની બર્થડે પાર્ટીમાં શાહરૂખની ભવ્ય એન્ટ્રી
સલમાન ખાનના જન્મદિવસને ખાસ બનાવવા માટે શાહરૂખ ખાને પણ પાર્ટીમાં હાજરી આપી હતી.શાહરૂખ પાર્ટીમાં થોડો મોડો પહોંચ્યો, પરંતુ તેણે પોતાની ધમાકેદાર એન્ટ્રીથી બધાનું ધ્યાન ખેંચ્યું.શાહરૂખ ખાન સલમાનની પાર્ટીમાં એન્ટ્રી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સલમાનની પાર્ટીમાં સેલેબ્સ નો મેળાવડો
સલમાન ખાન હંમેશા તેનો જન્મદિવસ તેના પનવેલ ફાર્મ હાઉસ પર ઉજવે છે, પરંતુ આ વર્ષે તેણે તેનો જન્મદિવસ તેની બહેન અર્પિતાના ઘરે ઉજવ્યો.આ અવસર પર બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોએ સલમાનની પાર્ટીમાં ધૂમ મચાવી હતી.તેમાં સુનીલ શેટ્ટી, સોનાક્ષી સિંહા, તબ્બુ, યુલિયા વંતુર, અરબાઝ ખાન, સોહેલ ખાન, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ, કાર્તિક આર્યન, જેવા ઘણા મોટા સ્ટાર્સ સલમાન ના જન્મદિવસ ને ખાસ બનાવવા પહુંચ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી.. કોલ્ડવેવની આગાહી, અહીં છે સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન
Join Our WhatsApp Community