News Continuous Bureau | Mumbai
બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં બનેલી ફિલ્મો ની રિલીઝ પહેલા ખૂબ પ્રચાર થાય છે. ફિલ્મનું પ્રમોશન અલગ-અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવે છે. તે જ સમયે, હવે શાહરૂખ ખાન ( shah rukh khan ) , દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘પઠાણ’ ( pathaan ) 25 જાન્યુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ આ ફિલ્મના પ્રમોશન ને લઈને નવી માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટાર્સ અને મેકર્સે ફિલ્મ ‘પઠાણ’ માટે સામાન્ય માર્કેટિંગ વ્યૂહરચના નો ઉપયોગ કરવાથી બચવાનો નિર્ણય લીધો છે. અગાઉ એવા અહેવાલ હતા કે ફિલ્મના સ્ટાર્સે મીડિયા ઈન્ટરવ્યુ ન કરવાનો નિર્ણય કર્યો છે. લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ની પ્રમોશન ( promote ) સ્ટ્રેટેજી બદલવાનો નિર્ણય લીધો છે.
શાહરૂખ ખાને ‘પઠાણ’ માટે બદલી સ્ટ્રેટેજી
એક મીડિયા હાઉસ ના અહેવાલ અનુસાર, શાહરૂખ ખાન પોતાની ફિલ્મ ‘પઠાણ’ના પ્રચાર માટે સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ માં દેખાશે નહીં. શાહરૂખ ખાન ‘બિગ બોસ’ માં જવાને બદલે સીધા પોતાના દર્શકો સુધી પહોંચવાનું પસંદ કર્યું છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કપિલ શર્મા અને તેના શો ની ટીમ દ્વારા શાહરૂખ ખાનને ઘણી વખત વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેણે નમ્રતાથી ઇનકાર કર્યો હતો. શાહરૂખ ખાન મીડિયા ને ટાળી રહ્યો છે અને તે ફિલ્મ ‘પઠાણ’ ને કોઈપણ પ્રચાર વિના રિલીઝ કરવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની આરાધ્ય દેવી, મુંબા દેવી મંદિરની થશે કાયાપલટ.. પાલિકા ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા.. જાણો શું છે સરકારની યોજના..
શાહરુખ ખાન ની આવનાર ફિલ્મ
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘પઠાણ’ સિવાય ફિલ્મ ‘જવાન’ અને ફિલ્મ ‘ડન્કી’ માં કામ કરતો જોવા મળશે. શાહરૂખ ખાન છેલ્લે 2018ની ફિલ્મ ‘ઝીરો’ માં કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો. હવે લગભગ પાંચ વર્ષ પછી, તે મોટા પડદા પર એક ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે, તેથી ચાહકો શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.