Site icon News Continuous Bureau | Mumbai

‘પઠાણ’ રિલીઝ થયા બાદ પહેલીવાર સામે આવ્યો શાહરુખ ખાન, ચાહકોનો માન્યો આભાર

બોલિવૂડના કિંગ ખાનની ફિલ્મ 'પઠાણ' દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝ થયા પછી તરત જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ખુશીમાં શાહરૂખ ખાન તાજેતરમાં જ તેના ઘર મન્નત ની બાલ્કની માં આવ્યો હતો અને ચાહકોને મળ્યો હતો અને ફિલ્મની સફળતા બદલ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

shahrukh khan thanks fans outside mannat in first public appearance after pathaan release

'પઠાણ' રિલીઝ થયા બાદ પહેલીવાર સામે આવ્યો શાહરુખ ખાન, ચાહકોનો માન્યો આભાર

News Continuous Bureau | Mumbai

કિંગ ખાનની ફિલ્મ ‘પઠાણ’ એ રિલીઝના થોડા જ દિવસોમાં બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે ચાર દિવસમાં વિશ્વભરમાં 429 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. બીજી તરફ ભારત ના  કલેક્શનની વાત કરીએ તો ‘પઠાણ’ એ રિલીઝના ચોથા દિવસે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે ઓપનિંગ ડેમાં જ 55 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રીતે, ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં 212.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Join Our WhatsApp Channel

શાહરુખ ખાને માન્યો ચાહકો નો આભાર 

ફિલ્મ ‘પઠાણ’ની સફળતા બાદ શાહરૂખ પણ પોતાની જાતને રોકી શક્યો નહીં અને ચાહકોનો આભાર વ્યક્ત કરવા પોતાના ઘર મન્નત ની બાલ્કનીમાં આવી ગયો. શાહરૂખને જોવા માટે ચાહકોની ભીડ જામી હતી. તમને જણાવી દઈએ કે શાહરૂખ સિવાય દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા જેવા સ્ટાર્સે પણ ‘પઠાણ’માં કામ કર્યું  છે. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતો જોવા મળ્યો હતો.

 

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 

જણાવી દઈએ કે ‘પઠાણ’ પછી શાહરૂખ તેની આગામી ફિલ્મ ‘જવાન’નું શૂટિંગ શરૂ કરશે. અહેવાલો અનુસાર, 1 ફેબ્રુઆરીથી, શાહરૂખ ‘જવાન’નું શૂટિંગ શરૂ કરશે, જેનું નિર્દેશન એટલી કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ નું આ શેડ્યૂલ છ દિવસનું હશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા પણ જોડાશે. આ સિવાય શાહરૂખ ખાન ફિલ્મમેકર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડન્કી’ માં પણ જોવા મળશે.

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version