News Continuous Bureau | Mumbai
ટીવી એક્ટર શક્તિ અરોરા આ દિવસોમાં તેના નવા શો અને પાત્રને કારણે ચર્ચામાં છે. ‘કુંડલી ભાગ્ય’ પછી અભિનેતા હવે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. જનરેશન લીપ પછી, શક્તિને તાજેતરમાં ગુમ હૈ કિસી કી પ્યાર મેમાં ઈશાનનું પાત્ર ભજવવા માટે સામેલ કરવામાં આવ્યો છે.શોમાં ઈશાનની ભૂમિકામાં લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. શક્તિ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે લાઈફ અપડેટ્સ શેર કરતો રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને શક્તિએ માહિતી આપી છે કે શોના સેટ પર એક અજગર ઉભરી આવ્યો છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ સાથે તેણે અજગર સાથે જોડાયેલી એક ખતરનાક માહિતી પણ આપી છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: QLED Smart Google TV : આ કંપની લાવ્યું 55 ઇંચ સુધીની મોટી સ્ક્રીન સાથે સ્માર્ટ ટીવી, જાણો ફીચર્સ અને કિંમત..
ગુમ હૈ કિસી કી પ્યાર મે ના સેટ પર જોવા મળ્યો અજગર
અભિનેતા શક્તિ અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો અને ફોલોઅર્સ માટે એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં, અભિનેતાએ શોના સેટ પર અજગરની ચોંકાવનારી ઝલક આપી હતી. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાપ પકડનાર અજગરને પકડી રહ્યો છે, જેથી તે અન્ય કોઈને નુકસાન પહોંચાડી શકતો નથી.આ વીડિયોને શેર કરતા શક્તિ એ અજગર વિશે અપડેટ શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, ‘આ સુંદર સાપ આજે અમારા સેટ પર પકડાયો હતો અને સાપ પકડનારએ કહ્યું હતું કે આ અજગરે ઓછામાં ઓછા 150 ઈંડા મૂક્યા છે. અને ચિંતા કરવાની કોઈ વાત નથી, તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો છે.’ શક્તિ અરોરાના વીડિયોને લગભગ 19 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વિશે ટિપ્પણી પણ કરી છે. ઘણા લોકોએ આના પર ફની રિએક્શન પણ આપ્યા છે.