ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 ફેબ્રુઆરી 2022
શનિવાર
શનાયા કપૂરે ભલે બોલિવૂડમાં પગ મૂક્યો ન હોય, પરંતુ શનાયા દરરોજ તેના ફોટોઝને કારણે હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ચાહકોએ શનાયાના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે.
આ તસવીરમાં શનાયા ડેનિમ શોર્ટ્સ સાથે ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. શનાયાએ પોતાના લુકથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
ફોટો શેર કરતા શનાયાએ ફની કેપ્શન સાથે લખ્યું – શું આપણે સૂર્યને પાછો લાવી શકીએ? ખૂબ ઠંડી છે. તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર શનાયાના 1 મિલિયન ફોલોઅર્સ છે.
સંજય કપૂર, સુહાના ખાન, અનન્યા પાંડે સહિત ઘણા સેલેબ્સે શનાયાના આ ફોટા પર કોમેન્ટ કરી છે.
ચાહકોને શનાયા કપૂરની દરેક સ્ટાઇલ પસંદ છે. પછી ભલે તે ટ્રેડિશનલ લુક હોય કે મોનોકીની કે પછી વેસ્ટર્ન લુક.