News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. શનાયા તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ સોશિયલ મીડિયા સેન્સેશન છે. શનાયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ પોતાનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શનાયા ધમાકેદાર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. શનાયાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.
શનાયા કપૂર નો વિડીયો થયો વાયરલ
તાજેતરમાં શનાયા જે એક સારી ડાન્સર છે તેણે ડાન્સ વીડિયો દ્વારા તેના ચાહકોનું મનોરંજન કર્યું. વીડિયોમાં તે નેહા કક્કર ના ગીત ‘ગલી ગલી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘એક મિનિટ હો ગયા’.શનાયા ના આ વિડીયો પર એક નેટીઝને લખ્યું, “આ પેઢીની બીજી કેટરિના કૈફ તારું ડેબ્યુ જોવા માટે રાહ જોઈ શકતી નથી.” અન્ય એકે લખ્યું, “કેટરિના કૈફ 2.0” ત્રીજા એ લખ્યું, “વાહ શું તે એક જ સમયે કામુક કેટરિના કૈફ વાઇબ્સ અને શક્તિશાળી ડાન્સ આપે છે.”
View this post on Instagram
શનાયા કપૂર ની કારકિર્દી
શનાયા સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે. શનાયા એ વર્ષ 2020માં જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાઃ ધ કારગિલ વોરમાં સહાયક નિર્માતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.અભિનેત્રી કરણ જોહરની ફિલ્મ બેધડકથી ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. શનાયાની સાથે તેની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો: અનુપમા સિરિયલ છોડવાની અફવાઓ પર ‘પાખી’એ તોડ્યું મૌન, શૂટિંગ ના કરવાને લઇ ને અને પારસ ની ટિપ્પણી નો આપ્યો જવાબ