News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા વચ્ચેના સંબંધોને લઈને અનેક વખત સવાલો ઉભા થયા છે. પોર્નોગ્રાફી કેસ (Pornography case)બાદ તેમની વચ્ચે અંતર વધવાના સમાચારો સામે આવતા હતા. લોકો અનુમાન કરતા હતા કે તેમના સંબંધોમાં બધુ બરાબર નથી. જોકે શિલ્પા શેટ્ટી પોતાની એક્ટિવિટીને લઈને ઘણી વખત ટ્રોલર્સને જવાબ આપી ચૂકી છે. પરંતુ રાજ કુન્દ્રાએ (raj Kundra)પહેલીવાર શિલ્પા શેટ્ટી સાથેના સંબંધોનો ખુલાસો કર્યો છે.પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવાના આરોપમાં જેલમાં બંધ રાજ કુન્દ્રા હાલમાં જામીન(bail) પર બહાર છે. પાપારાઝી તેમને દરરોજ સ્પોટ કરે છે. પરંતુ મોટાભાગે તેઓ વિવિધ પ્રકારના ફેસ માસ્કમાં હોય છે. તે પાપારાઝીના પ્રશ્નોના જવાબ આપવાનું પણ ટાળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેણે યુઝર્સના સવાલોના જવાબ આપ્યા. જ્યારે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં આરોપી હતા ત્યારે તેમના અલગ થવાની અફવા ઉડી હતી. તાજેતરમાં રાજ કુન્દ્રાએ ટ્વિટર પર #Askraj સેશન રાખ્યો હતો. જેમાં તેણે તેના ફેન્સના સવાલોના બિંદાસ જવાબ આપ્યા હતા.
આ દરમિયાન એક યુઝરે પૂછ્યું કે, 'શું તમે અને શિલ્પા હજુ પણ સાથે છો કે પછી આ એક દેખાડો છે.' આ સવાલ પર રાજ કુન્દ્રાએ કહ્યું, 'હા હા હા આ સવાલ ગમ્યો. પ્રેમ કોઈ દેખાડો નથી અને તેનો ડોળ કરી શકાતો નથી. 22મી નવેમ્બરે અમારી 13મી લગ્ન જયંતી છે, અમને શુભેચ્છા આપવાનું ભૂલશો નહીં.તે જ સમયે, એક વ્યક્તિએ રાજને પૂછ્યું કે તમને શિલ્પા મેડમમાં સૌથી વધુ શું ગમે છે? જેના પર તેણે કહ્યું કે તે મારી પરી છે. મને તેની દરેક વાત ગમે છે.. બીજા એક યુઝરે લખ્યું કે ભાઈ, તમારી ધરપકડ કેવી રીતે થઈ? મારો મતલબ છે કે તમે કેવી રીતે ફસાયા હતા ત્યાં કોઈ ખંડણી (astortion)માંગવામાં આવી હતી અથવા તમારી સાથે પણ એવું જ થયું હતું જે શાહરૂખના પુત્ર આર્યન ખાન(Aryan Khan) સાથે કર્યું હતું. જો તમે પ્રામાણિક માણસ છો તો અમને જણાવો કે આખરે તમે ફસાઈ ગયા તેમાં કોણ સામેલ હતું. જેના પર શિલ્પા શેટ્ટીના પતિએ કહ્યું કે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે. પરંતુ હું મારા ચાહકોને ખાતરી આપી શકું છું કે મેં મારા જીવનમાં ક્યારેય કોઈ અશ્લીલ સામગ્રીમાં ભાગ લીધો નથી અથવા બનાવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો: અમિતાભના ઘરની બહાર પ્રશંસકોની નથી જામતી ભીડ- અભિનેતાએ કહ્યું કેમ તે મુલાકાત પહેલા ઉતારે છે તેમના જૂતા
તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની પહેલી મુલાકાત વર્ષ 2007માં યુકેમાં(UK) થઈ હતી. બંનેની મુલાકાત મ્યુઝિક શો ડિરેક્ટર ફરાત હુસૈન દ્વારા થઈ હતી. આ ઓળખાણ મિત્રતા અને પછી પ્રેમમાં બદલાઈ. 22 નવેમ્બર 2009ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. રાજ કુન્દ્રા પહેલા પણ લગ્ન કરી ચુક્યા છે. તેણે તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા અને બીજી વાર લગ્ન કર્યા.