News Continuous Bureau | Mumbai
સ્ટાર પ્લસ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ( yeh rishta kya kehlata hai ) પાંચ વર્ષના લીપ પછી ઘણું બદલાઈ ગયું છે. પાંચ વર્ષના લીપમાં મેકર્સે સિરિયલમાં આશ્ચર્યજનક ફેરફારો કર્યા છે. જેને કારણે સ્ટાર્સના જીવનમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. અક્ષરા તેના પુત્ર અને અભિનવ સાથે તેના નવા જીવનની શરૂઆત કરતી જોવા મળે છે. આ વખતે ટીઆરપી લિસ્ટ માં સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ત્રીજા નંબરે છે.
કાર્તિક અને નાયરા નું પાત્ર છે લોકપ્રિય
ટીવી અભિનેત્રી શિવાંગી જોશી ( shivangi joshi ) અને મોહસીન ખાન ( mohsin khan ) ચાહકોમાં ‘નાયરા’ અને ‘કાર્તિક’ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. શિવાંગી અને મોહસીનની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ફેન્સ તેમને શોમાં ફરીથી સાથે જોવા માંગે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું તે શક્ય છે? યે રિશ્તા ક્યા કહેલાતા હૈના લોકપ્રિય યુગલ કાર્તિક અને નાયરાનું પાત્ર મોહસીન ખાન અને શિવાંગી જોશીએ ભજવ્યું છે.આ જોડી આજ સુધી હિટ રહી છે અને તેઓએ તેમના પાત્રો સારી રીતે ભજવ્યા છે. ચાહકો માત્ર તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી માટે જ તેમને પસંદ નથી કરતા પણ તેઓ તેમના બોન્ડિંગ વિશે વધુ જાણવા માંગતા હોય છે.
આ સમાચાર પણ વાંચો: Coastal Road Project : કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ ફરી વિલંબમાં, આ કારણે પાલિકાનો ખર્ચ પણ વધશે…
રાજન શાહી એ શેર કરી પોસ્ટ
રાજન શાહી એ તેમના સોશિયલ મીડિયા પર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ખાસ યાદો શેર કરતા,કહ્યું, “હેપ્પી કાયરા ડે, 6 જાન્યુઆરી 2023 થુ થુ થુ.” તેણે સેટ પર મોહસીન અને શિવાંગી સાથેની પોતાની તસવીરો શેર કરી છે જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. શિવાંગીએ તેની એક ઝલક પણ તેના ફેન્સ સાથે શેર કરી હતી. શિવાંગી જોશી અને મોહસીન ખાને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લિપ આવતા શો છોડી દીધો. જેના કારણે તેમના ફેન્સ ખૂબ જ નિરાશ થયા હતા અને ફેન્સે આ જોડીને ફરીથી કાસ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પછી મોહસિને કેટલાક મ્યુઝિક વીડિયો કર્યા છે. બીજી તરફ, શિવાંગી જોશીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે ખતરોં કે ખિલાડી 12 માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.