News Continuous Bureau | Mumbai
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આખરે, બંને 7 ફેબ્રુઆરી એ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને એ ‘શેર શાહ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. કહેવાય છે કે ત્યારથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ ગઈ હતી. પરંતુ તેમની લવ સ્ટોરી અલગ છે. સિદ્ધાર્થ-કિયારા ના શાહી લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થશે. અડવાણી અને મલ્હોત્રા પરિવાર તાજેતરમાં જ લગ્ન સમારોહ માટે જેસલમેર જવા રવાના થયા હતા. તેમના લગ્નના કાર્યક્રમો શરૂ થઇ ગયા છે. આવી સ્થિતિમાં, તેની પ્રથમ મુલાકાત કેવી રીતે થઈ તે જાણવા તેના ચાહકો આતુર છે.
સિદ્ધાર્થ અને કિયારા ની પહેલી મુલાકાત
સિદ્ધાર્થ અને કિયારા એકબીજાને ‘શેરશાહ’ પહેલાથી ઓળખતા હતા. બંનેની મુલાકાત ત્યારે થઈ જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય અભિનેતા બન્યો જ્યારે કિયારા હજી તેની કારકિર્દી સાથે સંઘર્ષ કરી રહી હતી. ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં કિયારાએ કહ્યું હતું કે તે સિદ્ધાર્થ મલ્હોત્રાને ‘શેર શાહ’ પહેલાથી ઓળખતી હતી. બંને ની પહેલી મુલાકાત કિયારાની ‘લસ્ટ સ્ટોરીઝ’ ની રેપ-અપ પાર્ટીમાં થઈ હતી અને ત્યાંથી તેમની મિત્રતા શરૂ થઈ હતી.થોડા વર્ષો બાદ સિદ્ધાર્થ અને કિયારા ફિલ્મ ‘શેર શાહ’ માં સાથે જોવા મળ્યા હતા. બંને પહેલેથી જ સારા મિત્રો હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની નિકટતા વધી હતી. રિપોર્ટ્સ અનુસાર, બંને એ 2021 માં પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ કિયારા ના માતા-પિતા સિદ્ધાર્થના પરિવારને તેમના ઘરે ડિનર માટે આમંત્રિત કર્યા હતા.
સિદ્ધાર્થ અને કિયારા 7 ફેબ્રુઆરી એ કરશે લગ્ન
સિદ્ધાર્થ અને કિયારાના પરિવારના સભ્યો પણ આ લગ્ન માટે ખુશીથી સંમત થયા હતા અને આવતીકાલે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સિદ્ધાર્થ અને કિયારા ના લગ્નની વિધિ શાહી અંદાજમાં થશે. આ લગ્નમાં 100 થી 125 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્ન સમારોહમાં તેમના પરિવાર અને મિત્રોની સાથે બોલિવૂડના જાણીતા સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.આ સમારોહ માટે કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત તેમજ કિયારાની બાળપણની મિત્ર ઈશા અંબાણી પણ પહોંચી છે.
Join Our WhatsApp Community