News Continuous Bureau | Mumbai
દેશભરમાં લાઉડસ્પીકર પર મંત્રોચ્ચાર સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આના કારણે થતી સમસ્યાઓ પર લોકો હવે ખુલીને વાત કરી રહ્યા છે, આ અવાજમાં પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલે પણ પોતાની વાત રાખી છે. તેમણે આ અંગે મધ્ય પૂર્વના દેશોનું ઉદાહરણ પણ આપ્યું છે.
દિગ્ગ્જ ગાયિકા અનુરાધા પૌડવાલે કહ્યું છે કે, મેં દેશ-વિદેશમાં પ્રવાસ કર્યો છે, પરંતુ અહીં જે રીતે થાય છે તેમ બીજે ક્યાંય બનતું મેં જોયું નથી. હું કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ ભારતમાં તેને બળપૂર્વક પ્રોત્સાહન આપવામાં આવે છે. મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન વગાડવામાં આવે છે. જેના કારણે અન્ય લોકો પણ સ્પીકર ચલાવે છે. મધ્ય પૂર્વમાં, લાઉડસ્પીકર પર અઝાન પ્રતિબંધિત છે. જ્યારે મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર અઝાન આપવામાં આવતી નથી, તો ભારતમાં શા માટે થાય છે?એક હિન્દી સમાચાર માધ્યમ અનુસાર, અનુરાધા પૌડવાલે ખુલીને વાત કરી છે. તેણી આગળ કહે છે કે, જો દેશના લોકો લાઉડસ્પીકર પર આ રીતે અઝાન ચલાવશે, તો અન્ય લોકો પણ હનુમાન ચાલીસા ચલાવશે. આનાથી શું ફાયદો થશે, વિવાદ વધશે, આવું થવું દુઃખની વાત છે.
આ સમાચાર પણ વાંચો :ટ્વિંકલ ખન્નાને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની મજાક ઉડાવવી પડી ભારી, લોકોએ અભિનત્રી ને સાથે સાથે અક્ષય કુમાર ની પણ લીધી ક્લાસ; જાણો વિગત
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલેબ લાઉડસ્પીકર પર અઝાન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હોય. 2017 માં, લોકપ્રિય ગાયક સોનુ નિગમે, જેમને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો, તેણે લાઉડસ્પીકર પર અઝાન સામે અવાજ ઉઠાવ્યો હતો. હમણા ડિલીટ કરેલા ટ્વીટમાં, તેણે દરરોજ સવારે લાઉડસ્પીકર પર અઝાન સાંભળવા પર નારાજગી વ્યક્ત કરી. તેના વિવાદાસ્પદ ટ્વીટ બાદ ગાયકને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો.