News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ફિલ્મો કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેના બાલિશ નિવેદનની ચર્ચા થાય છે તો ક્યારેક તેના બોયફ્રેન્ડના નામની. હવે તેણે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે, જેમાં તેને ઓળખવી મુશ્કેલ છે. સોનાક્ષી સિન્હા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તેણે થોડા સમય પહેલા જ તેના કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં તે બ્લોન્ડ લુકમાં જોવા મળી રહી છે. તેના ડ્રેસની જેમ તેના વાળ પણ ગોલ્ડન કલરમાં દેખાઈ રહ્યા છે. હવે આ લુકને જોઈને લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
સોનાક્ષી બ્લોન્ડ હેર લુકમાં એકદમ અલગ લાગી રહી છે. આટલું જ નહીં, તેણે તેના હેર કલર સાથે મેળ ખાતો હેવી એમ્બ્રોઇડરી ગાઉન પહેર્યો છે.તસવીરોમાં સોનાક્ષીનો ડ્રેસ અને તેના વાળનો રંગ બરાબર મેચ થઈ રહ્યો છે. અભિનેત્રીએ હેવી બેઝ, સ્મોકી આઈ મેકઅપ અને ન્યુડ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
સોનાક્ષી સિન્હાનો આ લુક ચાહકોથી લઈને મનોરંજન જગતના સ્ટાર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેના કોમેન્ટ બોક્સ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, સોનાક્ષીના ફોટા પર હુમા કુરેશીની ટિપ્પણી સૌથી વધુ લાઈમ લાઈટમાં આવી છે.તેણે કોમેન્ટમાં ડરામણું લખ્યું છે, જ્યારે તેની બીજી કોમેન્ટમાં તેણે ઘણાં હાર્ટ ઇમોજી શેર કર્યા છે. ચાહકોને પણ તેનો આ લુક પસંદ આવી રહ્યો છે અને તેઓ કોમેન્ટ બોક્સમાં તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સોનાક્ષીનો સમાવેશ થાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે ફિલ્મ 'દબંગ'થી કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી સિંહા ડબલ એક્સએલ, કાકુડા, હરી હરા વીરા મલ્લુ, સર્કસ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : બ્લેક કલર ના ટ્રાન્સપરન્ટ ડ્રેસ માં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ અવનિત કૌર-જોવા મળ્યો અભિનેત્રી નો ગ્લેમરસ અવતાર-જુઓ ફોટોગ્રાફ્સ