Site icon News Continuous Bureau | Mumbai

Sonu Sood: સોનુ સુદ ની સોસાયટી માંથી સાપ નીકળતા અભિનેતા એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે તેમની બહાદુરી ના વખાણ

Sonu Sood: શ્રાવણ ના પવિત્ર મહિનામાં સોનુ સુદ ની સોસાયટી માંથી સાપ નીકળ્યો હતો જેનો વિડીયો અભિનેતા એ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Sonu Sood Brave Act Handles 4-Foot Snake Video Goes Viral

Sonu Sood Brave Act Handles 4-Foot Snake Video Goes Viral

News Continuous Bureau | Mumbai  

Sonu Sood: અભિનેતા સોનૂ સૂદ માત્ર ફિલ્મોમાં નહીં, પણ વાસ્તવિક જીવનમાં પણ બહાદુરઅને દયાળુ સ્વભાવ માટે જાણીતો છે. તાજેતરમાં તેણે 4 ફૂટ લાંબો સાપ પકડીને એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે કહે છે કે “આ રેટ સ્નેક છે, જેમાં ઝેર નથી, પણ તેને સંભાળથી પકડવું જરૂરી છે.” તેણે લોકોને સલાહ આપી કે “આવી હિંમત વગર કોઈ પણ સાપને પકડવાનો પ્રયાસ ન કરો.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sangeeta Bijlani: સંગીતા બિજલાની ના ફાર્મહાઉસ માં થઇ તોડફોડ, ચોર એ તેના આ સામાન ની કરી ચોરી, પોલીસ તપાસ શરૂ

સોનૂ સૂદનો સાપ પકડવાનો વીડિયો વાયરલ

સોનૂ સૂદે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે 4 ફૂટ લાંબો સાપ પકડતો જોવા મળી રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે “હર હર મહાદેવ” લખ્યું છે. વીડિયોમાં તેણે જણાવ્યું કે “આ સાપ અમારી સોસાયટીમાં આવી ગયો હતો, તેને નુકસાન કર્યા વગર પકડીને તેના વિસ્તારમાં છોડી દેવા જઈ રહ્યા છીએ.”


ફેન્સે સોનૂ સૂદ નીબહાદુરી ની ખૂબ પ્રશંસા કરી છે. કેટલાક યુઝર્સે લખ્યું કે “સોનૂ સૂદ તો બધાને તેમના ઘેર પહોંચાડે છે, હવે સાપને પણ.” બીજી તરફ કેટલાકે મજાકમાં લખ્યું કે “સાહેબ, આને પણ તેના ઘેર છોડવું જોઈએ.” આ વીડિયો શ્રાવણ ના પવિત્ર મહિનામાં શેર કરાયો છે, જે લોકોમાં વધુ ભાવનાત્મક જોડાણ ઉભું કરે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
Exit mobile version