News Continuous Bureau | Mumbai
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર ( south Superstar) વિજય દેવરકોંડા ( vijay deverakonda ) ની મુશ્કેલીમાં વધારો થયો છે. વાસ્તવમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમને FEMA નિયમોના ભંગ બદલ પૂછપરછ ( interrogate ) માટે બોલાવ્યો હતો.. વિજય દેવરાકોંડા સામે તેની ફિલ્મ ‘લિગર’માં ( film liger ) કાળા ( funding ) નાણાંનો ઉપયોગ કરવાની ફરિયાદ કરવામાં આવી હતી. EDને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હવાલાના નાણાં સહિત વિદેશી ભંડોળનો ઉપયોગ ફિલ્મ ‘લિગર’ના નિર્માણ અને પ્રમોશનમાં કરવામાં આવ્યો છે. વિજય દેવરકોંડાની ફિલ્મને લઈને મળેલી આ ફરિયાદ બાદ ED એક્શનમાં આવી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.
9 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી પૂછપરછ
અભિનેતા વિજય દેવરકોંડા ની હૈદરાબાદમાં ED દ્વારા FEMA ફિલ્મ ‘માટે ઉપયોગમાં લેવાતા ભંડોળના સોર્સિંગ સંબંધિત તપાસના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં અભિનેતા સાથે આ પૂછપરછ 9 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ED ફિલ્મ ‘લીગર’ના સંબંધમાં કથિત ચુકવણી અને ભંડોળના સ્ત્રોતની તપાસ કરી રહી છે.એવું માનવામાં આવે છે કે અભિનેતાએ EDના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમને સહયોગ પણ આપ્યો. પૂછપરછ માંથી બહાર આવ્યા બાદ અભિનેતા એ પોતાની વાત રાખતા કહ્યું, “તમે બધા જે પ્રેમ અને સ્નેહ આપો છો, તેની થોડી મુશ્કેલીઓ અને આડઅસર થશે. પણ આ એક અનુભવ છે અને આ જ જીવન છે. જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે મેં મારી ફરજ બજાવી. મેં તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે.’
આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.
લીગર ફિલ્મ થી વિજય દેવરકોંડા એ કર્યું હતું બોલિવૂડ માં ડેબ્યૂ
ફિલ્મ ‘લિગર’ થી વિજય દેવરકોંડા એ બોલિવૂડમાં પગ મુક્યો હતો આફિલ્મ માં તેની સાથે અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન પણ મહત્વના રોલમાં હતા. ફાઈટર માઈક ટાયસન પહેલીવાર ફિલ્મ ‘લિગર’માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. આ ફિલ્મ 25 ઓગસ્ટ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.