News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ ( pathaan ) નું ટ્રેલર દર્શકો સમક્ષ રજૂ કર્યું હતું, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મ પઠાણના ટ્રેલરે વ્યુઝના મામલે ઘણા રેકોર્ડ બનાવ્યા છે, જે દર્શાવે છે કે કિંગ ખાન બોક્સ ઓફિસ પર કમબેક કરવા માટે તૈયાર છે. જ્યાં ચાહકો શાહરૂખ ખાનના જોરદાર વખાણ કરી રહ્યા છે, ત્યારે ભારતીય ફિલ્મ ઉદ્યોગના બાહુબલી દિગ્દર્શક એસએસ રાજામૌલી ( ss rajamouli ) પણ તેને સલામ કરી રહ્યા ( praised ) છે. ડાયરેક્ટર રાજામૌલીએ ટ્વીટ દ્વારા શાહરૂખ ખાનનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે તેમને પઠાણનું ટ્રેલર ગમ્યું છે.
એસએસ રાજામૌલી એ ટ્વીટર પર કહી આ વાત
નિર્દેશક રાજામૌલીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ પઠાણની પ્રશંસા કરી અને લખ્યું, ‘કેટલું અદ્ભુત ટ્રેલર છે. કિંગ પાછો આવ્યો હોય એવું લાગે છે. મારા તરફથી શાહરૂખ ખાનને ખૂબ પ્રેમ. હું પઠાણની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.’ ડાયરેક્ટર રાજામૌલી હાલમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભાગ લેવા વિદેશમાં છે. તેણે તે ઈવેન્ટમાંથી સમય કાઢીને ફિલ્મ પઠાણનું ટ્રેલર જોયું અને પછી આ ટ્વિટ કર્યું. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે રાજામૌલીને ફિલ્મ પઠાણનું ટ્રેલર કેટલું પસંદ આવ્યું છે.
The trailer looks fab👌🏽
The King returns!!!
Lots of ❤ @iamsrk . All the best to the entire team of Pathaan… https://t.co/TvtVhTIshk— rajamouli ss (@ssrajamouli) January 10, 2023
આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ‘RRR ના ગીત ‘નાટુ-નાટુ’ ને ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ મળવા પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, ટ્વીટ દ્વારા કહી મોટી વાત
નાટુ – નાટુ ગીત ને મળ્યો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
જો નિર્દેશક રાજામૌલીની વાત કરીએ તો તેમની સુપરહિટ ફિલ્મ ટ્રિપલ આરને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં સન્માનિત કરવામાં આવી છે. ટ્રિપલ આર ફિલ્મના ગીત નાટુ – નાટુ ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ મળ્યો છે. ભારત અને વિદેશના લોકોએ આ ગીત પર ખૂબ પ્રેમ વરસાવ્યો, જેના કારણે જ્યુરી તેનાથી મોં ફેરવી શકી નહીં. જુનિયર એનટીઆર અને રામ ચરણે ફિલ્મ ટ્રિપલ આરમાં મુખ્ય પાત્રો ભજવ્યા હતા. ટ્રિપલ આર ફિલ્મના કારણે આ બંને કલાકારો ને વિદેશમાં પણ ઓળખ મળી છે.