News Continuous Bureau | Mumbai
ફિલ્મ નિર્દેશક શેખર કપૂર પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ, આજે તે પોતાની પત્નીના કારણે ચર્ચાનો વિષય છે. હકીકતમાં તેમની પત્ની અભિનેત્રી-ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેમના પર બેવફા હોવાનો આરોપ લગાવ્યો છે. સુચિત્રાએ દાવો કર્યો છે કે શેખર કપૂરે તેની સાથે છેતરપિંડી કરી છે. તમને જણાવી દઈએ કે, સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેના માતા-પિતાની વિરુદ્ધ જઈને 1999માં પોતાનાથી 30 વર્ષ મોટા શેખર કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 12 વર્ષ પછી તેણે તેને છૂટાછેડા આપી દીધા અને હવે વર્ષ 2023માં તેણે તેના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો.
શેખર કપૂર ના પ્રેમ માં પાગલ હતી સુચિત્રા કૃષ્ણમુર્તિ
સુચિત્રા કૃષ્ણમૂર્તિએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે શેખર કપૂર સાથે લગ્ન કરવાની મારી ફરજ હતી, જે મેં પૂરી કરી. કારણ કે જ્યારે મેં તેને પહેલીવાર જોયો ત્યારે હું પાગલ થઈ ગઈ હતી . તે સમયે મારી ઉંમર લગભગ 10-12 વર્ષની હશે. મેં મારું મન બનાવી લીધું હતું કે હું કાં તો ઇમરાન ખાન (પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન) અથવા શેખર કપૂર સાથે લગ્ન કરીશ. નસીબે પણ મારી વાત માની અને મને શેખર કપૂર સાથે મળાવી. હું તેને ચેમ્પિયન નામની ફિલ્મના કાસ્ટિંગ દરમિયાન મળી હતી. ફિલ્મ ન બની શકી પણ, મારી અને શેખર વચ્ચે વાતચીત શરૂ થઈ. હું તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ. પરંતુ, શેખર સિરિયસ નહોતો. મેં તેને ધમકી આપી, કહ્યું- જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારું મોઢું પણ નહીં જોઉં. તેણે સંમતિ આપી અને મારી સાથે લગ્ન કર્યા.”
આ સમાચાર પણ વાંચો: HDFC Special FD: HDFCની વિશેષ FD પર બમ્પર વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે સુવર્ણ તક.
સુચિત્રા કૃષ્ણમુર્તિ એ પરિવાર ની વિરુદ્ધ જય કર્યા શેખર કપૂર સાથે લગ્ન
સુચિત્રાએ વધુમાં કહ્યું કે, “મારા માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. કારણ કે તે સમયે શેખર મારી માતાની ઉંમરનો હતો અને તેણે છૂટાછેડા લીધા હતા. મારી માતાએ મને આજીજી કરી હતી. મારે તેને લગ્નનું નામ ન આપવું જોઈએ. પરંતુ, મારા પર પ્રેમ નું ભૂત સવાર હતું. મેં કોઈની વાત ન સાંભળી અને લગ્ન કરી લીધા.સુચિત્રાએ કહ્યું કે, મારા પતિ ઇચ્છતા ન હતા કે હું અભિનય કરું, જ્યારે તેઓ પોતે એક ફિલ્મ મેકર હતા. તે સમયે અભિનય કારકિર્દી છોડી દેવી એ મારા માટે મોટી વાત નહોતી. તેથી જ મેં અભિનય છોડી દીધો. હું કોઈપણ રીતે કોઈ ફિલ્મી પરિવારમાંથી નહોતી. મારો પરિવાર અભિનયની વિરુદ્ધ હતો. મને કોલેજકાળથી જ ફિલ્મોની ઓફર મળી રહી હતી. મેં મારા પરિવારને જાણ કર્યા વિના ઘણી ફિલ્મોમાં શૂટિંગ કર્યું હતું અને તે સુપરહિટ રહી હતી.” લગ્નના એક વર્ષ પછી સુચિત્રાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે આ લગ્નમાંથી બહાર નીકળવાનો પ્રયાસ શરૂ કર્યો. પ્રેગ્નન્સીને કારણે તેણે આ સંબંધ 12 વર્ષ સુધી રાખ્યો અને વર્ષ 2020માં તેના પતિથી છૂટાછેડા લઈ લીધા. સુચિત્રાએ જણાવ્યું કે લગ્ન બાદ શેખર કપૂરે તેની સાથે ઘણી વખત છેતરપિંડી કરી હતી. તેમના સંબંધોમાં આદર જેવું કંઈ બાકી નથી. તેથી જ તેણે તેને સમાપ્ત કરવાનું વધુ સારું માન્યું.