News Continuous Bureau | Mumbai
સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અદા શર્મા અભિનીત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ તેના થિયેટરમાં રિલીઝ થયા પછી તેના OTT સ્ટ્રીમિંગ માટે ચર્ચામાં છે. ભૂતકાળમાં, સેને તેના OTT રિલીઝના સમાચારને અફવા ગણાવ્યા હતા. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેને અત્યાર સુધી કોઈ પ્લેટફોર્મ પરથી યોગ્ય ઓફર મળી નથી. એટલું જ નહીં, ડિરેક્ટરે ઈન્ડસ્ટ્રીના એક વર્ગ પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ પણ લગાવ્યો. તે જ સમયે, હવે તેના વિશે વધુ એક મોટું અપડેટ આવ્યું છે.
સુદીપ્તો સેને ધ કેરળ સ્ટોરી ને લઇ ને આપ્યું હતું નિવેદન
સુદીપ્તો સેને તાજેતરમાં એક વાતચીતમાં કહ્યું હતું કે, ‘અમને હજુ સુધી ધ કેરળ સ્ટોરી માટે કોઈપણ OTT પ્લેટફોર્મ તરફથી યોગ્ય ઓફર મળી નથી.’ દિગ્દર્શકે વધુમાં ઉમેર્યું, ‘અમારી બોક્સ ઓફિસની સફળતાએ ફિલ્મ ઉદ્યોગના ઘણા વર્ગોને પરેશાન કર્યા છે. અમને લાગે છે કે મનોરંજન ઉદ્યોગનો એક વર્ગ અમારી સફળતાની સજા આપવા માટે એક થયો છે.જો કે, હવે ‘ધ કેરળ સ્ટોરી’ને OTT ખરીદનાર ન મળવાને લઈને એક અલગ એંગલ સામે આવ્યો છે.
ફિલ્મ ના નિર્માતા એ કરી મોટી માંગણી
નવીનતમ અહેવાલો મુજબ, ફિલ્મના નિર્માતાઓ તેની OTT રિલીઝ માટે મોટી રકમની માંગ કરી રહ્યા છે, અને બજારને ધ્યાનમાં લેતા, OTT પ્લેટફોર્મ માટે આટલી રકમ એકઠી કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ ડીલ હજુ સુધી ફાઈનલ થઈ શકી નથી.અહેવાલો અનુસાર, ‘વિપુલ શાહે 70-100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. આવી સ્થિતિમાં સુદીપ્તોનું નિવેદન સંપૂર્ણપણે સાચું નથી.
આ સમાચાર પણ વાંચો: શું ક્યારેય OTT પર રિલીઝ નહીં થાય ધ કેરળ સ્ટોરી ? ફિલ્મના નિર્દેશક સુદિપ્તો સેને કર્યો ખુલાસો