મનોરંજન

સન્ની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો એવો વિડીયો કે અમુક કલાકમાં મળી ગયા 20 લાખથી વધુ લાઈક. શું તમે પણ આ વીડિયોને લાઈક કરો છો? જુઓ વિડીયો..

Feb, 19 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

19 ફેબ્રુઆરી 2021

બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. સનીએ આજ સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સનીનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેના હોટ અને ગ્લેમરસ ફોટા શેર કરે છે. આ દરમિયાન સનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. 

આ વીડિયોમાં તે પુલસાઇડ પર ઉભી છે અને તે આશ્ચર્યજનક રીતે પોઝ કરતી જોવા મળી રહી છે. તે એક અનોખી રીતે પૂલમાં કૂદી રહી છે. જેમાં તે પુલમાં ખૂબ જ સ્ટાઇલ સાથે પડતી જોવા મળી રહી છે. સનીની આ સ્ટાઇલ જોવામાં એકદમ કુલ લાગી રહી છે, જેમાં સની લાલ રંગની હીલ્સ અને પીળા રંગના ડ્રેસ સાથે ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે. 

બૉલીવુડના જાણીતા અભિનેતા શાહિદ કપૂરે બીચ પર કરાવ્યું ફોટોશૂટ, દેખાડયા સિક્સ પેક એબ્સ. જુઓ તસવીરો. 

વીડિયો શેર કરતી વખતે સનીએ કેપ્શનમાં લખ્યું કે, 'જ્યારે તમે નીચે પડતા હો ત્યારે પણ બેલેન્સ મહત્વપૂર્ણ છે.' સમાચાર લખતા સુધી 15 લાખ 39 હજારથી વધુ લોકોએ સન્નીનો આ વીડિયો જોયો હતો અને આ ટિપ્પણીનો વરસાદ જોવા મળી રહ્યો છે. 

હાલના દિવસોમાં સની કેરળમાં છે, જ્યાં તે રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેના બિઝી શિડ્યુલની વચ્ચે તે સોશિયલ મીડિયા પર નવી પોસ્ટ્સ પોસ્ટ કરવા માટે સમય કાઢી રહી છે.

હેર સ્ટાઈલિસ્ટ એક્સપર્ટ જાવેદ હબીબે ફૂટપાથ પર દિવ્યાંગ વાળંદ પાસે કપાવ્યા વાળ, નેટિઝન્સ કરી રહ્યા છે તારીફ..

સની લિયોનીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં હોરર કોમેડી ફિલ્મ્સ 'કોકા કોલા', 'રંગીલા' અને 'વિરમાદેવી'માં જોવા મળશે. આ સિવાય તે ટૂંક સમયમાં 'એમએક્સ પ્લેયર' પર રિલીઝ થનારી એક્શન સિરીઝ 'અનામિકા'માં પણ જોવા મળશે. સની 'બિગ બોસ'નો ભાગ પણ રહી ચુકી છે.  

 

 

Leave Comments