ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
બોલિવૂડ અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના બોલ્ડ ફોટા ફેન્સ સાથે શેર કરે છે. સની લિયોને ઇન્સ્ટાગ્રામ પર એક અલગ સાઉથ ઈન્ડિયન લુક શેર કર્યો છે.
આ સની લિયોન ફોટોશૂટ કેરળમાં થયું છે. તસવીરોમાં સની ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં તે પિંક કલરની ધોતી અને બ્લાઉઝમાં જોવા મળી રહી છે. તેણે કપાળ પર ગુલાબી રંગનો ડોટ અને હાથમાં ગુલાબી રંગની બંગડીઓ પહેરી છે. આ લુકમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
અભિનેત્રી સન્ની લિયોન તેની બોલ્ડ શૈલીને કારણે ચર્ચામાં રહે છે. તે હંમેશાં તેના બોલ્ડ ફોટા શેર કરે છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સની લિયોન ભૂતકાળમાં વેબ સિરીઝ બુલેટમાં જોવા મળી હતી.