News Continuous Bureau | Mumbai
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta Ka ooltah Chashma) છેલ્લા કેટલાક દિવસોથી ઉથલ પાથલ ચાલી રહી છે. ઘણા જૂના પાત્રોએ શો છોડી દીધો છે અને હવે કેટલાક નવા ચહેરા પ્રવેશવાના છે. છેલ્લા 14 વર્ષથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા તારક મહેતાએ(New Tarak Mehta) એન્ટ્રી કરી છે. સચિન શ્રોફ(Sachin Shroff) નવા તારક મહેતાની ભૂમિકા ભજવી રહ્યો છે. શોનું શૂટિંગ નવા તારક મહેતા સાથે શરૂ થયું છે. અગાઉ શૈલેષ લોઢાએ(Shailesh Lodha) આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું.
હવે ચાહકો શ્રીમતી પોપટલાલની(Mrs. Popatlal) લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. પોટલાલની પત્ની ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. દર્શકોને જલ્દી જ આ સરપ્રાઈઝ મળશે. આનો ખુલાસો ખુદ પોપટલાલે કર્યો છે. આ શોમાં શ્યામ પાઠક(Shyam Pathak) પોપટલાલનું પાત્ર ભજવી રહ્યો છે.વિડીયોમાં,’ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે ખુલાસો કર્યો કે શ્રીમતી પોપટલાલ ટૂંક સમયમાં ગોકુલધામ(Gokuldham) આવવાની છે અને હવે મારે એકલા રહેવાની જરૂર નથી.
આ સમાચાર પણ વાંચો : આજે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ-આ ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી હતી પીએમ મોદીની સંઘર્ષ અને રાજકીય સફર-જાણો તે ફિલ્મો વિશે
તમને જણાવી દઈએ કે,શૈલેષ લોઢા પહેલા પણ શો ના અનેક કલાકારોએ આ શોને અલવિદા કહી દીધુ છે. જેમાં દિશા વાકાણી(Disha Vakani), નેહા મહેતા(Neha Mehta), ગુરુચરણ સિંહ(Gurucharan Singh), નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) ભવ્ય ગાંધી(Bhavya Gandhi) જેવા કલાકારો નો સમાવેશ થાય છે.હવે જયારે નવા મહેતા સાહેબ ની એન્ટ્રી થઇ ગઈ છે તો દર્શકો હવે દયાભાભી ના આગમન ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.