News Continuous Bureau | Mumbai
દર્શકોને શિષ્ટાચારના પાઠ ભણાવતી ખૂબ જ લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરી રહી છે. સિરિયલમાં સોઢીની પત્નીનો રોલ કરનારી રોશન સોઢી એટલે કે જેનિફર દ્વારા નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણી સાથે અન્ય ઘણા આરોપો પણ લગાવવામાં આવ્યા છે. હવે બાવરીનો રોલ કરનાર મોનિકા ભદોરિયા પણ આ એપિસોડમાં જોડાઈ છે. મોનિકા ભદોરિયાએ મીડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ઘણા રહસ્યો જાહેર કર્યા છે.
પૈસા ને લઇ ને મોનિકા ભદોરિયા એ કહી આ વાત
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીનું પાત્ર ભજવીને ફેમસ થયેલી મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર બધાના પૈસા રોકી રાખવા નો આરોપ લગાવ્યો અને કહ્યું જ્યારે હું શો છોડી ને ગઈ ત્યારે તેણે મારું પેમેન્ટ પણ રોક્યું જે 1 વર્ષ પછી આપવામાં આવ્યું હતું. મોનિકા ભદોરિયાએ કહ્યું કે તેણે આ માટે ઘણી લડાઈ કરી હતી અને તેમને મળવા ઘણી વખત ઓફિસ જતી હતી.મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે તેની માતા કેન્સરની દર્દી હતી અને તેમની પાસે સમય નહોતો પરંતુ શોના નિર્માતાઓએ મને સમયસર ત્યાં જવા ના દીધી. હું રાત્રે હૉસ્પિટલમાં રહેતી અને દિવસ દરમિયાન અહીં આવતી હતી જ્યાં મારુ કોઈ કામ ન હતું. તેઓ મને કહેતા હતા કે અમે તમને પૈસા આપીએ છીએ, અમે કહીએ તેમ તમારે કરવું પડશે. તે સમયે મુનમુન દત્તાએ મને સપોર્ટ કર્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે મોનિકાએ કહ્યું હતું કે તેણે આવી નેગેટિવિટીમાં કામ ન કરવું જોઈએ તો મેકર્સે ધમકી આપી હતી કે જો તને લાગે છે કે તું શો છોડી દઈશ તો હું તને ક્યાંક કામ કરવા દઈશ?
આ સમાચાર પણ વાંચો: જેનિફર, મોનીકા બાદ હવે ‘રીટા રિપોર્ટર’ એ સંભળાવી પોતાની આપવીતી, શો ના મેકર્સ વિશે કહી આ વાત
તારક મહેતા ના મેકર્સે આ સ્ટાર્સને પણ પૈસા ચૂકવ્યા નથી
સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનો રોલ કરી રહેલા શૈલેષ લોઢાએ શોના મેકર્સ પર તેમની ફી ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં જ્યારે શૈલેષની વાત ન સાંભળવામાં આવી તો તેણે સીરિયલના નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે, જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. તારક મહેતાની પત્ની અંજલિનો રોલ કરી રહેલી નેહા મહેતાએ પણ સીરિયલના મેકર્સ પર પોતાનો પગાર ન આપવાનો આરોપ લગાવ્યો છે.