News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોએ ( taarak mehta ka ooltah chashmah ) ચાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ શોની ફેન ફોલોઈંગ ખૂબ જ વધી રહી છે. તાજેતરમાં, શોમાં બતાવવામાં આવ્યું હતું કે લાંબા સમય પછી બાઘાને તેનો ખોવાયેલો પ્રેમ બાવરી ના રૂપ માં પાછો મળ્યો છે. આ સાથે અભિનેત્રી નવીના વાડેકરે તારક મહેતામાં બાવરીનાં પાત્ર સાથે તેની નવી શરૂઆત કરી છે અને દયાબેન ( dayaben ) એટલે કે દિશા વાકાણીએ ( disha vakani ) તેનું શોમાં સ્વાગત કર્યું છે. એવા અહેવાલો છે કે દિશાની શોમાં વાપસીની ( comeback ) પણ ચર્ચા છે.
દિશા વાકાણી એ શેર કરી પોસ્ટ
આ શોના મેકર્સ બાવરીને પરત લાવ્યા છે, જે લાંબા સમયથી સીરિયલ માં જોવા મળી ન હતી. નવીના વાડેકરે ફરી એકવાર બાવરી બની ને TMKOC નું શૂટિંગ શરૂ કર્યું છે. દિશા વાકાણી ના કાને આ સમાચાર પહોંચતા જ અભિનેત્રીની ખુશીની કોઈ સીમા ન રહી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ‘દયાબેને’ નવીના વાડેકરની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને શોમાં તેના નવા ડેબ્યૂ બદલ અભિનંદન પાઠવ્યા.તમને જણાવી દઈએ કે લાંબા સમય બાદ દિશા તરફથી શોને લઈને કોઈ પ્રતિક્રિયા આવી છે. બીજી તરફ, સતત ઘટતી ટીઆરપી પછી, નિર્માતાઓ ફરી એકવાર તે પાત્રોને પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેઓ શો છોડી ગયા છે. આવી સ્થિતિમાં, ચાહકોને આશા છે કે દિશા પણ એક દિવસ તારક મહેતાના શોમાં પરત ફરવાની છે.
આ સમાચાર પણ વાંચો: નાટુ-નાટુ નો ક્રેઝ બરકરાર-ગોલ્ડન ગ્લોબ પછી એમએમ કિરવાની એ હવે જીત્યો છે આ એવોર્ડ, પોસ્ટ શેર કરી આપી માહિતી
અસિત મોદી એ આપ્યો હતો સંકેત
આ સિવાય અસિત મોદીએ પણ ગયા વર્ષે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ દિશાને દયાબેનના રોલમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિશાએ વર્ષ 2017માં શોને અલવિદા કહ્યું હતું. જો કે, હવે તેની પોસ્ટ પછી, તે ફરી એકવાર શોમાં પરત ફરે તેવી અપેક્ષા છે.
Join Our WhatsApp Community