News Continuous Bureau | Mumbai
સોની સબ ટીવીની પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે અને દર્શકો પણ ગોકુલધામ સોસાયટીના આ સભ્યોને ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાએ ખૂબ જ રસપ્રદ વળાંક લીધો છે.અત્યાર સુધી આપણે જોયું છે કે પત્રકાર પોપટલાલ પોતાના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે. તાજેતરમાં તેણે પોતાનું નામ બદલીને પ્યારેલાલ રાખ્યું છે. એક જ્યોતિષની સલાહ બાદ પત્રકાર પોપટલાલે પોતાના લગ્ન માટે પોતાનું નામ બદલી નાખ્યું છે. જ્યોતિષ દ્વારા જણાવવામાં આવેલ આ ઉપાય પોપટલાલ માટે ખૂબ જ મદદગાર સાબિત થયો છે અને તેમના માટે બે છોકરીઓના માંગા પણ આવ્યા છે.
શું ખરેખર થશે પોપટલાલ ના લગ્ન?
સીરિયલમાં બતાવવામાં આવી રહ્યું છે કે પોપટલાલ માટે એક માંગુ મેરેજ બ્યુરોમાંથી આવ્યું છે અને બીજું માંગુ અંજલિ ભાભી લાવી છે. આટલા વર્ષોથી પોપટલાલ ને લગ્ન માટે એક છોકરી પણ મળવી મુશ્કેલ હતી હવે તેના માટે બે બે છોકરીઓ ના માંગા આવ્યા છે. પરંતુ હવે પોપટલાલ ઉર્ફે પ્યારેલાલ આ બંને માંથી કઈ છોકરી પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
View this post on Instagram
તારક મહેતા નો નવો પ્રોમો જોઈ દર્શકો થયા નારાજ
તારક મહેતા ના ચાહકો આ પ્રોમો જોઈ નાખુશ છે. કારણ કે આ જ પોપટલાલ ના લગ્ન નો પ્લોટ અગાઉ એક વખત જોવામાં આવ્યો છે. અગાઉ પણ એક વખત પોપટલાલને જોવા માટે બે યુવતીઓ એક સાથે આવી હતી અને બંનેએ ફરી સંબંધ રદ કરીને છળી ગઈ હતી અને પોપટલાલ કુંવારો રહી ગયો હતો. હવે આ નવો પ્રોમો જોઈને ફેન્સ ગુસ્સામાં છે અને શો ને ટ્રોલ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું- દરેક સ્ટોરીને રિપીટ પર રિપીટ કરો છો, તેને બંધ કરો. તો બીજા યુઝરે લખ્યું- દરેકને તેનો અંત ખબર છે. એક યુઝરે લખ્યું- ભાઈ, આ લગ્નને તમે પ્યારે લાલ નામ આપો તો પણ નહીં થાય. જો તેઓ આ ગરીબ માણસના લગ્ન કરાવે તો તેમની સાથે વિષય સમાપ્ત થઈ જશે. યુઝર્સ સતત આવી જ કોમેન્ટ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: નસીરુદ્દીન શાહના નિવેદન પર ગુસ્સે થયા મનોજ તિવારી, અભિનેતા ના ઈરાદા ને લઇ ને કહી આ વાત