‘ગલી બોય’ ના આ એક્ટરને ડેટ કરી રહી છે તમન્ના ભાટિયા, ન્યૂ યર પર પાર્ટી એક સાથે એન્જોય કરતા જોવા મળ્યા… જુઓ વિડીયો.

Tamannaah Bhatia is reportedly dating Vijay Varma

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની લાઇમ લાઇટ વચ્ચે પ્યાર, ઇશ્ક અને મોહબ્બતને છુપાવી મુશ્કેલ જ નહીં નામુમકીન છે. ફિલ્મી દુનિયાની તમામ જોડી નવા વર્ષમાં ઉજવણી કરતી નજર આવી રહી છે. તો એક ઇન્ડસ્ટ્રીના નવા લવ બર્ડને ગોવામાં સ્પૉટ કરવામાં આવ્યુ છે.

એક્ટર વિજય વર્મા (  Vijay Varma ) અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા ( Tamannaah Bhatia ) છેલ્લા કેટલાક સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેને બીટાઉનના નવા કપલ ( dating ) તરીકે જોવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સાથે મળીને નવું વર્ષ સેલિબ્રેટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Glamour Alert (@glamouralertofficial)

આ વીડિયોમાં વિજય વર્મા સફેદ શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમન્ના ભાટિયાના લુકની વાત કરીએ તો તે ગ્લિટર પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે જ સમયે, બંને નવા વર્ષની પાર્ટી એકસાથે માણતા જોવા મળે છે. આ વીડિયોમાં બંને પાછળથી દેખાય છે.

આ સમાચાર પણ વાંચો :  મહામારીએ ચીનના પ્રવાસીઓની મુશ્કેલીઓ વધારી, ભારત બાદ આ દેશોએ નેગેટિવ રિપોર્ટ બતાવવાનું ફરજિયાત કર્યું..

જો કે બંનેએ હજુ સુધી પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી અને ન તો આ વિશે કંઈ કહ્યું છે. તે જ સમયે, આ વીડિયો સામે આવ્યા પછી, બંનેના ડેટિંગની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને બંને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *