News Continuous Bureau | Mumbai
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા સમયથી વિવાદોમાં ચાલી રહ્યો છે. ભૂતકાળમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર બંસીવાલે અસિત મોદી, સોહેલ રામાણી અને જતિન બજાજ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, હવે કલાકારો શોને લઈને સતત આગળ આવી રહ્યા છે. જેનિફર બાદ મોનિકા ભદોરિયા અને પ્રિયા રાજદા આહુજાએ પણ આવા જ ખુલાસા કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી શોમાં ‘બાવરી’નું પાત્ર ભજવી રહેલી મોનિકા ભદોરિયા સતત અસિત પર ગંભીર આરોપો લગાવી રહી છે. ફરી એકવાર તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મોનિકા નો ખુલાસો ‘તારક મહેતા ના સેટ પર થતી હતી મારપીટ’
મોનિકા ભદૌરિયાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે શોના પ્રોડક્શન હેડ અવારનવાર કલાકારો સાથે ઝઘડતા હતા અને એકવાર હાથ પણ ઉપાડ્યો હતો. તેણે સેટ પર ઝેરી સંસ્કૃતિ માટે તેમને દોષી ઠરાવ્યો. મોનિકાએ પ્રોડક્શન હેડ સોહેલ રામાણી પર સેટ પર એક અભિનેતા પર ખુરશી ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. તેણે ઉમેર્યું, “તે દરેક સાથે અસભ્ય વર્તન કરે છે અને કેટલીકવાર આ વર્તનને કારણે તે કલાકારો સાથે સંઘર્ષમાં આવે છે. ભલે તે કલાકારો સાથે ઘણા ઝઘડાઓમાં ફસાયેલો હોય, તેમ છતાં તે હજી પણ પ્રોડક્શન હેડ છે અને આ પણ એક કારણ છે કે કલાકારો શો છોડી રહ્યા છે’.મોનિકાએ ખુલાસો કર્યો હતો કે સોહેલે સેટ પર એક કલાકાર સાથે મારપીટ પણ કરી હતી. તેણે કહ્યું, ‘એક એક્ટર હતો જેને તેની માતા માટે દવાઓ મોકલવી પડી અને તે સેટ પર મોડો પહોંચ્યો. સોહેલ તેના પર બૂમો પાડવા લાગ્યો અને તેને તેના પર હાથ પણ ઉપાડ્યો અને ઘણો હંગામો થયો. હું આ ઘટના ની પ્રત્યક્ષ સાક્ષી છું.’ જો કે, મોનિકાએ અભિનેતાનું નામ જાહેર કર્યું ન હતું અને તેણે કહ્યું હતું કે અભિનેતાએ હવે શો છોડી દીધો છે.
મોનીકા એ દિશા વાકાણી ને લઇ ને કહી આ વાત
મોનિકાએ કહ્યું કે સોહેલ સેટ પર ખુરશીઓ ફેંકતો હતો. તેના પર બે વર્ષનો પ્રતિબંધ હતો અને હવે તે પાછો ફર્યો છે. જ્યારે શોમાં ‘દયા’ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીને પૂછવામાં આવ્યું કે શું તેની સાથે પણ આવું વર્તન કરવામાં આવ્યું હતું? આના પર મોનિકાએ જવાબ આપ્યો, ‘કદાચ’. અભિનેત્રીએ કહ્યું કે તે સ્પષ્ટપણે આ અંગે કોઈ ટિપ્પણી કરી શકતી નથી, પરંતુ તેણી કહે છે કે જો કોઈ તમને આટલી સારી ફી ચૂકવીને સેટ પર બોલાવવા માંગે છે અને તેમ છતાં તમે આવવા માંગતા નથી તો બીજું શું કારણ હોઈ શકે.’
આ સમાચાર પણ વાંચો: 27 વર્ષ પહેલા ‘મિસ વર્લ્ડ ગાલા’ના કારણે અમિતાભ બચ્ચન થયા હતા દેવાળિયા, કેબીસી, અને યશ ચોપરા એ આ રીતે બચાવી લાજ