Site icon News Continuous Bureau | Mumbai

Taskaree Trailer: નીરજ પાંડેનો વધુ એક માસ્ટરપીસ: ‘તસ્કરી’માં ઈમરાન હાશ્મીનો કિલર અંદાજ, શું શરદ કેલકર રોકી શકશે સ્મગલિંગનું આ નેટવર્ક?

Taskaree Trailer: કસ્ટમ્સ ઓફિસર્સ અને ઇન્ટરનેશનલ સ્મગલિંગ સિન્ડિકેટ વચ્ચેની રોમાંચક લડાઈ; 14 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે ‘તસ્કરી’, ઈમરાન હાશ્મીનો જોવા મળ્યો દમદાર અંદાજ.

Taskaree Trailer: Emraan Hashmi takes on Sharad Kelkar’s international syndicate in a high-stakes customs battle.

Taskaree Trailer: Emraan Hashmi takes on Sharad Kelkar’s international syndicate in a high-stakes customs battle.

News Continuous Bureau | Mumbai

Taskaree Trailer: ‘બેબી’ અને ‘ખાખી’  જેવી સુપરહિટ સીરીઝ આપનાર ડાયરેક્ટર નીરજ પાંડે ફરી એકવાર નેટફ્લિક્સ પર નવી ક્રાઈમ થ્રિલર સીરીઝ ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’ (Taskaree: The Smuggler’s Web) લઈને આવી રહ્યા છે. આ સીરીઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં મુંબઈ એરપોર્ટ પર સ્મગલરો અને કસ્ટમ્સ અધિકારીઓ વચ્ચેની ભયાનક ટક્કર બતાવવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Shararat song: ‘ધુરંધર’નું ‘શરારત’ ગીત શૂટ કરવામાં કોરિયોગ્રાફરના છૂટી ગયા હતા પરસેવા, એક પરફેક્ટ શોટ માટે ખર્ચ્યો દોઢ કલાક!

ઈમરાન હાશ્મી વિરુદ્ધ શરદ કેલકર

સીરીઝમાં ઈમરાન હાશ્મી અર્જુન મીના નામના પ્રમાણિક  કસ્ટમ્સ ઓફિસરના રોલમાં છે. તેની ટીમમાં અમૃતા ખાનવિલકર, નંદીશ સિંહ સંધુ અને અનુરાગ સિંહા સામેલ છે. તેમની સામે છે ખતરનાક સ્મગલિંગ કિંગપિન ‘બડા ચૌધરી’, જેનું પાત્ર શરદ કેલકર ભજવી રહ્યો છે. બડા ચૌધરીનું નેટવર્ક સાઉદી અરેબિયા, ઇટાલી, થાઇલેન્ડ અને યુકે જેવા દેશોમાં ફેલાયેલું છે. ટ્રેલરમાં ‘ઓપરેશન લોંગશોટ’ (Operation Longshot) ની ઝલક જોવા મળે છે, જે સ્મગલરોને પકડવા માટે ચલાવવામાં આવે છે.


ડાયરેક્ટર નીરજ પાંડેએ જણાવ્યું કે, “કસ્ટમ્સની દુનિયા હંમેશા મને આકર્ષતી રહી છે. આ એક એવું ક્ષેત્ર છે જે ખૂબ જ શાંતિથી પણ દબાણ હેઠળ કામ કરે છે. ‘ખાખી’ પછી નેટફ્લિક્સ સાથે આ અમારો વધુ એક પ્રયાસ છે અને આ વખતે અમે એક વાસ્તવિક ક્રાઈમ થ્રિલર તૈયાર કરી છે.” ટ્રેલરમાં એરપોર્ટની અંદર અને આસપાસ થતા એક્શન સીન્સ અને તણાવપૂર્ણ ડાયલોગ્સ પ્રેક્ષકોમાં આતુરતા વધારી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
 Shah Rukh Khan King Release Countdown – ‘કિંગ’ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ક્રિપ્ટિક પોસ્ટે ચાહકોની આતુરતા વધારી 
Ramayana OTT Release Pay Per View – થિયેટરોમાં ₹1,700 કરોડનો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ OTT પ્લેટફોર્મ પર આવશે ‘રામાયણ’, સબ્સ્ક્રિપ્શન છતાં અલગથી ખર્ચવા પડશે રૂપિયા
Exit mobile version