News Continuous Bureau | Mumbai
ટીવી નો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના જૂના કલાકારો ચર્ચામાં છે. જેનિફર મિસ્ત્રી પછી અભિનેત્રી મોનિકા ભદોરિયા લાઈમલાઈટમાં આવી ગઈ છે. મોનિકા તારક મહેતા શોમાં વાબરીનો રોલ કરતી હતી. અભિનેત્રીએ તાજેતરમાં શો અને નિર્માતા અસિત મોદી સામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં મોનિકાએ જણાવ્યું હતું કે તેને વાબરીના રોલ માટે વજન ઘટાડવાની ફરજ પડી હતી. જેના કારણે તેના શરીરમાં હોર્મોન્સ બગડી ગયા હતા. વિટામિન્સની અછત થઇ હતી જેના કારણે અભિનેત્રીને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
મોનીકા ને 20 કિલો વજન ઘટાડવા માટે કર્યું હતું દબાણ
આત્મહત્યાની વાત બાદ મોનિકા ભદોરિયા ના આ ખુલાસાથી મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. મોનિકાએ મીડિયા ને જણાવ્યું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે કામ કરતી વખતે તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હતી. અભિનેત્રીને શો મેકર્સ દ્વારા 20 દિવસમાં વજન ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું.ઈન્ટરવ્યુમાં મોનિકાએ કહ્યું, “મને સોહિલ રામાણી (તારક મહેતાના પ્રોજેક્ટ હેડ)નો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તેને મારી સાથે વાત કરવાની જરૂર છે. હું ઓફિસ ગઈ, તે સમયે તે ત્યાં ન હતો, તેના બદલે એકાઉન્ટ વિભાગમાંથી કોઈ અન્ય વ્યક્તિ ત્યાં બેઠો હતો.તે વ્યક્તિ એ મને કહ્યું.” “સોહેલે મને તમારા વજન વિશે વાત કરવાનું કહ્યું. તમારી જાતને જુઓ, એવું લાગે છે કે તમે પ્રેગ્નેન્ટ છો. મેં પ્રોડક્શનના લોકોને ફોન કરીને પૂછ્યું કે તમે પ્રેગ્નન્ટ છો, તો તેઓએ કહ્યું કે તારા લગ્ન પણ નથી થયા. મોનિકાએ કહ્યું કે આ બધા પછી તે આઘાતમાં હતી. અને પછી સોહેલ ત્યાં આવ્યો અને તેણે તેની સાથે વજન ઘટાડવાની વાત પણ કરી.તો તેણે કહ્યું કે.’તારે 20 દિવસમાં વજન ઘટાડવું પડશે. મેં સીધું કહ્યું કે તે અશક્ય છે. સોહિલે કહ્યું કે જો તું વજન નહીં ઘટાડે તો અમે તને શૂટ માટે નહીં બોલાવીએ.” આ સિવાય તેણે વધુમાં જણાવ્યું કે તેણે જાતે જ વજન ઘટાડવાનું નક્કી કર્યું અને તે ગંભીર રીતે બીમાર થઈ ગઈ.
ગંભીર રીતે બીમાર થઇ મોનીકા ભદોરિયા
મોનિકા કહે છે, “મેં વજન ઘટાડવાની કોશિશ કરી પણ હું બીમાર પડી ગઈ. મોનિકાએ કહ્યું કે આ કારણે તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેને સાજા થવા માટે ઘણા દિવસો સુધી દર્દનાક ઈન્જેક્શન લેવા પડ્યા. આ બધું એટલું પીડાદાયક હતું કે તેણે ડૉક્ટરને પૂછ્યું કે શું આ ઈન્જેક્શન નો કોઈ વિકલ્પ છે? જવાબમાં ડોક્ટરોએ કહ્યું કે તેની હાલત એટલી ખરાબ છે કે માત્ર ઈન્જેક્શન જ કામ કરશે.” અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે “તારક મહેતા જેવો લોકપ્રિય શો છોડવા માંગતી ન હતી. પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તે છોડવી પડી હતી અને તે સેટ પર ઘણી વખત બેહોશ થઈ ગઈ હતી.”મોનિકાએ તારક મહેતા શોના સેટને ટોક્સિક ગણાવ્યો હતો. તેણે કહ્યું કે તે ખૂબ જ ટોક્સિક સ્થળ છે અને તેથી જ મેં ત્યાંથી જવાનું નક્કી કર્યું. અત્યંત નકારાત્મક વાતાવરણ છે. સોહિલ અને અસિત મોદી જેવા લોકો એક્ટર્સનું અપમાન કરે છે, તેમને ટોર્ચર કરવામાં આવે છે. મા-બહેનની ગાળો પણ સાંભળવી પડે છે.
આ સમાચાર પણ વાંચો: મોનીકા ભદોરિયાએ ફરી તારક મહેતાના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ,શો દરમિયાન ’બાઘા’ ની ‘બાવરી’ ને આવતા હતા આવા વિચાર