News Continuous Bureau | Mumbai
દર્શકોનો ફેવરિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( tmkoc ) ચાહકો માટે એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. આ શોની સૌથી મોટી ખાસિયત એ છે કે દર્શકો માત્ર શોને પસંદ નથી કરતા પણ દરેક કલાકાર સાથે જોડાણ અનુભવે છે. છેલ્લા કેટલાક સમયથી શોના કેટલાક મહત્વપૂર્ણ અને લોકપ્રિય પાત્રો ગાયબ છે જેના કારણે શોની ટીઆરપી ઘટી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ટૂંક સમયમાં એક જૂનું પાત્ર શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. વર્ષો પછી ‘બાવરી’ ( new bawri ) આ શોમાં ફરીવાર વાપસી કરવા જઈ રહી છે.
આ અભિનેત્રી ભજવશે બાવરી ની ભૂમિકા
તમને જણાવી દઈએ કે શોના બે સૌથી લોકપ્રિય પાત્રો બાઘા અને બાવરી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાવરી લાંબા સમયથી શોમાં દેખાઈ ન હતી. પરંતુ હવે ડિરેક્ટર અસિત મોદી એ ખુલાસો કર્યો છે કે બાવરી ફરીથી શોમાં એન્ટ્રી કરશે. પરંતુ મોનિકા ભદોરિયા નહીં નવીના વાડેકર ( navina wadekar ) બાવરીના રોલમાં જોવા મળશે. આ વાતની પુષ્ટિ શોના નિર્માતા આસિત મોદીએ ( asit modi ) કરી છે.
આ સમાચાર પણ વાંચો: ઉર્ફી જાવેદ કાયદાના સપાટામાં આવી: જાહેરમાં બોડી એક્સપોઝ કરવા બદ્દલ, મુંબઈ પોલીસની નોટિસ; ચિત્રા વાઘની ફરિયાદને કારણે નોટિસ પાઠવાઈ
આસિત મોદી એ મીડિયા સાથે કરી વાત
આસિત મોદી એ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે નવીનાને નવી બાવરી તરીકે કાસ્ટ કરીને તેઓ ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું, ‘હું બાવરી ના રોલ માટે તાજા અને નિર્દોષ ચહેરાની શોધમાં હતો અને નસીબજોગે અમને નવીના મળી. અમારો શો દર્શકોને પસંદ છે, તેથી તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવું એ અમારી ફરજ છે. આસિત કહે છે કે નવીના ખૂબ જ ઉત્સાહિત છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બ્રાન્ડને સમજે છે. અમે ઘણા લોકોના ઓડિશન લીધા, પરંતુ અમે તેને પસંદ કરી.’
Join Our WhatsApp Community