News Continuous Bureau | Mumbai
ડ્રેસિંગ સેન્સની બાબતમાં ઉર્ફી જાવેદનો (Urfi Javed)કોઈ તોડ નથી. આનો પુરાવો અભિનેત્રીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જે ઉર્ફીના બોલ્ડ ફોટાઓથી(bold photos) ભરેલું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એવા ડ્રેસ પહેર્યા છે, જે ક્યારેક બોરીથી બનેલા તો ક્યારેક બ્લેડથી બનેલા છે કે તેના લુકને જોઈને ચાહકો પણ ચોંકી ગયા હતા. ઉર્ફીના લુકની ચર્ચા બોલિવૂડથી લઈને ટેલિવિઝન સ્ટાર્સમાં પણ છે. ખાસ વાત એ છે કે રણવીર સિંહે પણ શો 'કોફી વિથ કરણ'માં ઉર્ફીના ડ્રેસિંગ સેન્સના વખાણ કર્યા હતા. ઉર્ફી જાવેદના આ 5 લુક્સ જુઓ જે તમે ક્યારેય કલ્પના પણ ન કરી શકો તેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યા છે.
શું કોઈ બ્લેડથી ડ્રેસ(bleed dress) બનાવી શકે? આનો જવાબ છે હા, ઉર્ફી જાવેદે કરી બતાવ્યું છે. અભિનેત્રીએ અનેક બ્લેડ ઉમેરીને તેનો એક વનપીસ તૈયાર કર્યો હતો. જ્યારે અભિનેત્રી તેને પહેરીને કેમેરાની સામે આવી તો બધાને નવાઈ લાગી હતી.
ઉર્ફી જાવેદે સામાન ભરવાના કોથળા ને કાપીને તેનો સ્કર્ટ અને ટોપ (skirt and top)બનાવીને પહેર્યો છે. જુઓ અભિનેત્રીના બોરીમાંથી બનેલા ડ્રેસનો ફોટો.
સમુદ્રમાંથી છીપનો ઉપયોગ લોકો સજાવટ માટે કરે છે. પરંતુ ઉર્ફી એ સીપ માંથી બ્રેલટ બનાવીને કેમેરાની(camera) સામે આવી છે. અભિનેત્રીએ કેમેરા સામે દરિયા કિનારે જોરદાર પોઝ આપ્યા હતા.
ઉર્ફીએ તેના શરીર પર તેના ફોટા ચોંટાડ્યા(photo) અને તેને વન પીસનો લુક આપ્યો. આ તસવીરની પણ ખૂબ ચર્ચા થઈ હતી.
હવે જરા જુઓ ઉર્ફી જાવેદનો આ ફોટો. આમાં અભિનેત્રીએ (actress)પોતાના શરીર પર તાર લપેટીને પોતાની જાતને ઢાંકી લીધી છે. ઉર્ફીનો આ ફોટો પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ના ફૂલ-ના પથ્થર-ના તો બ્લેડ-આ વખતે ઉર્ફી જાવેદે ગેલેક્સી થીમ નો પહેર્યો ડ્રેસ-સોશિયલ મીડિયા યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા-જુઓ વિડીયો