News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફે જાવેદ(Urfi Javed) દરરોજ તેની વિચિત્ર ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે ઉર્ફી કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. વાસ્તવમાં, ઉર્ફી સાથે એવી ઠગાઈ(fraud) થઇ છે કે અભિનેત્રીને મોટું નુકસાન થયું છે. આ વાતનો ખુલાસો અન્ય કોઈએ નહીં પણ ખુદ ઉર્ફીએ કર્યો છે. તો ચાલો જાણીએ કે આખરે અભિનેત્રી સાથે શું થયું.
ઉર્ફીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં(interview) જણાવ્યું હતું કે તે છેતરપિંડીનો શિકાર બની છે. સ્ટાફના એક સભ્યએ તેની પાસેથી લાખો રૂપિયા લીધા અને પછી તે પરત પણ કર્યા નહીં. જોકે, ઉર્ફી જાવેદ આ છેતરપિંડી માટે પોતાને જવાબદાર માને છે. અભિનેત્રી કહે છે કે તે તેની ભૂલ હતી કે તેણે વ્યક્તિ પર આટલો વિશ્વાસ(trust) કર્યો. અભિનેત્રીએ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી ન હતી, કારણ કે તે તેની ખૂબ જ નજીક હતી.ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન ઉર્ફીએ કહ્યું કે ‘મારા સ્ટાફ મેમ્બરે (staff member)મારી પાસેથી લાખો રૂપિયા લીધા અને પછી પરત કર્યા નથી. મારી સાથે છેતરપિંડી કરી. એક સમય એવો હતો જ્યારે તે મારી ખૂબ જ નજીક હતી, તેથી મેં તેની સામે ફરિયાદ નોંધાવવાનું યોગ્ય નહોતું માન્યું.’ઉર્ફી જાવેદે આ ઇન્ટરવ્યૂ માં પોતાના કામ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે ‘હું મરાઠી ગીતો(Marathi songs) ખૂબ સાંભળું છું. પણ ક્યારેય મરાઠી ફિલ્મ જોઈ નથી. જોકે, હું ચોક્કસ મરાઠી સિનેમામાં(Marathi cinema) કામ કરવા માંગુ છું. જો મને તક મળશે, તો હું તેને ચૂકીશ નહીં. તેણે વધુમાં કહ્યું કે મને મરાઠી સિનેમામાં અમૃતા ખાનવિલકરનું કામ ગમે છે.’
આ સમાચાર પણ વાંચો : શું કરીના કપૂરના કારણે શરૂ થઈ હતી ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની લવ સ્ટોરી- જાણો આ રસપ્રદ કિસ્સો
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઉર્ફીનું નવું ગીત 'હાય હાય યે મજબૂરી' રિલીઝ થયું છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. 25 વર્ષીય ઉર્ફી સૌપ્રથમ 2016ના ટીવી શો (TV show)'બડે ભૈયા કી દુલ્હનિયા'માં જોવા મળી હતી, ત્યારબાદ 'મેરી દુર્ગા', 'બેપનાહ' અને 'પંચ બીટ સીઝન 2'માં જોવા મળી હતી. આ સિવાય ઉર્ફીએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'કસૌટી ઝિંદગી કી'માં પણ કામ કર્યું છે.