News Continuous Bureau | Mumbai
ઉર્ફી ( urfi javed ) છેલ્લા ઘણા દિવસોથી દુબઈમાં ( dubai ) છે. તેણી તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગના સંદર્ભમાં ત્યાં ગઈ છે. ઉર્ફી ત્યાં પણ તેની હરકતોથી બાઝ નથી આવી. દુબઈમાં જ્યારે તેણીએ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો, ત્યારે અભિનેત્રી દુબઈ સરકારની આકરી ટીકામાં ( trouble ) આવી છે. ઉર્ફીએ દુબઈમાં પોતાના ઈન્સ્ટાગ્રામ માટે સેલ્ફ મેડ આઉટફિટમાં વીડિયો શૂટ ( shooting ) કર્યો હતો. દુબઈના લોકોને ઉર્ફીનો આઉટફિટ એકદમ રિવિલિંગ ( revealing outfits ) લાગ્યો.
ઉર્ફી ને ખુલ્લી જગ્યા પર વિડીયો બનાવવો પડ્યો ભારે
ઉર્ફીએ ખુલ્લી જગ્યાએ તેનો વીડિયો શૂટ કર્યો હતો. દુબઈના નિયમો અનુસાર, તે જગ્યાએ ખુલ્લા કપડાં પહેરીને શૂટિંગ કરવાની મંજૂરી નથી. હવે પોલીસે આ અંગે ઉર્ફીની પૂછપરછ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દુબઈ પોલીસ ભારત આવવા માટે ઉર્ફીની ટિકિટ પણ મોકૂફ કરી શકે છે. જણાવી દઈએ કે ઉર્ફી ઘણીવાર તેના કપડાને લઈને વિવાદોમાં રહે છે.
આ સમાચાર પણ વાંચો: ‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર
ઉર્ફી જાવેદ ની દુબઇ પહુંચતા જ બગડી હતી તબિયત
આ બધું જાણીને લાગે છે કે ઉર્ફી જાવેદને દુબઈ માફક નથી આવ્યું.જ્યારથી તે દુબઈ ગઈ છે ત્યારથી તે એક યા બીજી મુશ્કેલીમાં ફસાઈ રહી છે. પહેલા દુબઈ ગઈ કે તરત જ ઉર્ફીની તબિયત બગડી.તે બીમાર થઈ ગઈ. ઉર્ફી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બીજી તરફ દુબઈ પોલીસ પણ તેની પૂછપરછ કરી રહી છે.હવે ઉર્ફીને લઈને દુબઈ પોલીસ કયા નિષ્કર્ષ પર પહોંચે છે, તે જોવાનું રહેશે.
Join Our WhatsApp Community