ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ ( urfi javed ) દરરોજ હેડલાઈન્સમાં રહે છે. ઉર્ફી તેની અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. ટીવી અભિનેત્રી એ ઘણીવાર લોકો સામે કંઈક એવું પહેરીને આવે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. જ્યાં એક તરફ લોકો તેના આત્મવિશ્વાસના વખાણ કરે છે તો બીજી તરફ ઘણા લોકો તેને ખરી ખોટી પણ સંભળાવે છે. આ બધાની વચ્ચે, અમે ઉર્ફીને તે લોકો માટે સારો પાઠ ભણાવતા પણ જોયા છે જેઓ તેને હેરાન ( abused actress ) કરે છે અથવા તેના વિશે ખરાબ બોલે છે. ઉર્ફીએ ઘણી વખત યોગ્ય જવાબો સાથે તેના નફરત કરનારાઓ ની ક્લાસ પણ લગાવી છે.હવે ફરી એકવાર કંઈક ( number got leaked ) આવું જ જોવા મળ્યું છે. જો કે આ વખતે અભિનેત્રીને એક સાથે 10-10 લોકો સાથે પનારો ( threatens ) પડ્યો છે.
જાણો શું છે મામલો
છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક ટીનેજ બાળકો ફોન પર ઉર્ફી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. આ વાતનો ખુલાસો ખુદ ઉર્ફી જાવેદે કર્યો છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં ઉર્ફીએ એક છોકરાને ટેગ કરીને કહ્યું, ‘આ બાળક અને તેના 10 મિત્રો મને સતત ફોન કરી રહ્યા છે. હું લાંબા સમયથી એક જ નંબરનો ઉપયોગ કરી રહી છું અને મને ખબર નથી કે તેમને તે નંબર ક્યાંથી મળ્યો. આ લોકો મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આ દિવસોમાં બાળકોને શું થયું છે? તેઓ મને કોઈ કારણ વગર પરેશાન કરી રહ્યા છે.અભિનેત્રીએ આગળ લખ્યું, ‘હું આ 10 સે 10 બાળકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહી છું, પરંતુ જો કોઈ તેમના માતા-પિતાને ઓળખતું હોય તો મને જણાવો. આ માટે હું તેને ઈનામ પણ આપીશ!’
આ સમાચાર પણ વાંચો: MCD Election Exit Poll : ભાજપની વાપસી થશે કે પછી આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળશે?
છોકરા એ ઉર્ફી ની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર કરી શેર
વાત અહીં પુરી નથી થઈ, ટીવી એક્ટ્રેસનો ગુસ્સો ત્યારે વધુ ભડકી ગયો જ્યારે આ છોકરાએ ઉર્ફીની આ સ્ટોરી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી. અભિનેત્રીએ લખ્યું, ‘આગામી પેઢી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. આટલું બધું હોવા છતાં, આ બાળક મારી વાર્તા ખૂબ ગર્વ સાથે શેર કરી રહ્યો છે. તેણે માફી માંગવી જોઈએ, પરંતુ તેના બદલે તે તેનું પ્રદર્શન કરી રહ્યો છે! આવા છોકરાઓ છોકરીઓને કોલ કરે છે અને પ્રેન્ક ના નામે તેમની સાથે દુર્વ્યવહાર કરે છે, પછી તેને બેશરમ બની ને તેનું પ્રદર્શન પણ કરે છે.
Join Our WhatsApp Community