News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ (Urfi Javed)મનોરંજન જગતનું એક એવું નામ છે, તે ગમે તે કરે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. આટલું જ નહીં, ઉર્ફી તેના બિન્દાસ સ્ટેટમેન્ટ(bold staement) માટે પણ જાણીતી છે. તેના આઉટફિટના કારણે તે ઘણીવાર ટ્રોલ(troll) થાય છે પરંતુ તે ટ્રોલ્સને પણ જડબાતોડ જવાબ આપે છે. તે જ સમયે, હવે ઉર્ફી જાવેદે શારીરિક સંબંધો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને તેના ફાયદાઓ વિશે જણાવ્યું છે.
વાસ્તવમાં ઉર્ફી જાવેદે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક મહિલા શારીરિક સંબંધ વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ મહિલા વીડિયોમાં કહી રહી છે કે સેક્સ કરવાથી મહિલા વૃદ્ધ દેખાય છે. આ વીડિયો યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાનો છે, જેમાં તે એક મહિલાનો ઈન્ટરવ્યુ (interview)લઈ રહ્યો છે. મહિલા એવું કહેતી હોય છે કે સેક્સ્યુઅલ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે. ઉર્ફીએ મહિલાની આ વાતોને ખોટી ગણાવી છે.મહિલાના આ શબ્દોનો જવાબ આપતા ઉર્ફીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'આ મહિલા કહી રહી છે કે જો કોઈ મહિલા સેક્સ કરે છે તો તેની ઉંમર ઝડપથી વધે છે. તે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી(Whatsapp university) ગ્રેજ્યુએટ છે. હા. તમે સાચા છો.
આ સમાચાર પણ વાંચો : એન્ડોર્સમેન્ટ માંથી પણ મબલખ કમાણી કરે છે ભૂતપૂર્વ વિશ્વ સુંદરી-જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે
આ સાથે ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર ગૂગલ સર્ચ એન્જિનનો(google search) સ્ક્રીનશોટ મોકલ્યો છે, જેમાં આ મુદ્દે મનોવૈજ્ઞાનિકોનું શું કહેવું છે તે જણાવવામાં આવ્યું છે. આ સ્ક્રીનશોટ અનુસાર, મનોવૈજ્ઞાનિકો કહે છે કે, નિયમિત રીતે સેક્સ કરવાથી તમે તમારી ઉંમર કરતા સાત ગણા નાના દેખાશો. જાતીય સંભોગ એન્ડોર્ફિન્સ મુક્ત કરે છે, જે મૂડ-બુસ્ટિંગ રસાયણો છે જે સારી ઊંઘમાં મદદ કરે છે અને તણાવ દૂર કરે છે. સેક્સથી (sex)રક્ત પરિભ્રમણ વધે છે અને આપણી ત્વચા યુવાન દેખાય છે.